Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા અકસ્માત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક એક ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ ખબર પડી હતી કે ટેમ્પોમાં ૯ જેટલા પશુઓ ભરીને લઇ જવાતા હતા. ઘટના સંદર્ભે રાજપારડી પીએસઆઇ પ્રજાપતિનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ ટેમ્પો રાજપારડી તરફથી ભાલોદ તરફ જઇ રહ્યો હતો, તે દરમિયાન આ ટેમ્પો રાજપારડીના ખાડી ફળિયા નજીક રોડ પર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ કરતા આ ટેમ્પો નવ જેટલા પશુઓ ભરીને જઇ રહ્યો હોવાની જાણ થઇ હતી. આ પશુઓમાં સાંઢ અને ગાયો મળીને કુલ ૯ જેટલા પશુઓ ભરીને લઇ જવાતા હતા. આ અકસ્માતમાં બે ગાયોને ઇજાઓ થઇ હોવાનું જણાયું હતું. અકસ્માત બાદ ટેમ્પો ચાલક તેનું વાહન સ્થળ ઉપર છોડીને ભાગી ગયો હતો. આ પશુઓ ક્યાંથી અને ક્યાં લઇ જવાના હતા તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવા તેમજ વાહન સ્થળ ઉપર મુકીને નાશી છુટેલ ટેમ્પો ચાલકને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ : દક્ષિણ ઝોનમાં ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનાં કાર્યાલયનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અંગે પત્રકાર પરિષદ યોજાય.વિવિધ બાબતો અંગે માહિતી અપાય…

ProudOfGujarat

રાજપીપળા : નસવાડીનો આધુનિક એકલવ્ય તિરંદાજ દિનેશ ભીલે ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!