Proud of Gujarat
FeaturedGujaratINDIA

આંતરરાષ્ટ્રીય યોગા દિવસનું કાઉન્ટડાઉન શરૂ : નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં કાઉન્ટડાઉન વોચ મુકાઈ

Share

દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેને અનુલક્ષીને આ વર્ષે એક યુનિક કોન્સેપ્ટ સાથે વિવિધ જિલ્લાઓ સહિત નર્મદા જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને કંઈક ખાસ રીતે ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાશે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કાઉન્ટડાઉન વોચને ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય લોકોને ભારતની પરંપરાગત યોગ પદ્ધતિ અને તેના ફાયદાઓથી અવગત કરાવવાનો છે. લોકો મોટા પ્રમાણમાં યોગ તરફ આકર્ષાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાના હસ્તે કાઉન્ટ ડાઉન વોચને ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા યોગ કોર્ડીનેટર વસંતકુમાર વસાવા સહિત જિલ્લાના યોગ કોચ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરામાં ડ્રગ્સનો કારોબાર કરવામાં ફરાર થયેલો પેડલર ભરૂચથી ઝડપાયો

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાનાં કિસાન મોરચા દ્વારા રેડ ઝોનમાંથી મુક્તિ આપવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

GPSC દ્વારા 2, 9 અને 16 એપ્રિલે યોજાનારી પરીક્ષા મુલતવી, નવી તારીખ વેબસાઈટ પર થશે જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!