આઈ. ટી.આઈ. અંકલેશ્વર ખાતે રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસના નવા અભિગમ અને પહેલ અંતર્ગત, આજરોજ સવારે ૧૦:૦૦ કલાકે, નવા મલ્ટી સ્ટોરી બિલ્ડીંગમા “સમર સ્કીલ વર્કશોપ ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
બાળકો નાનપણથી જ ટેક્નીકલ બાબતોમાં રસ દાખવતા થાય તે માટે વેકેશનના અંતિમ દિવસોમાં ભરૂચ જિલ્લાની તમામ આઈટીઆઈમાં સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરાયું છે. અત્યારે શાળા કોલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે. બાળકો ફ્રી છે ત્યારે કઈક નવું શીખવા આ વેકેશનના સદુપયોગ અર્થે અંકલેશ્વર ખાતે સરકારી ઔદ્યોગિક સંસ્થામાં સમર વર્કશોપનું આયોજન કર્યું છે. જેમાં ધોરણ ૮ પાસ કે તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓ માટે ફ્રી એન્ટ્રી છે.
વર્કશોપ-રોડ સલામતીના નિયમો સહિત વિવિધ હેન્ડ ટુલ્સનો ઉપયોગ કેવી રીતે કરવી તેમજ સરકારનું ઈલેક્ટ્રીક ઓટોમોબાઇલ, મિકેનિકલ, વીંગ, સીવણ, બ્યુટી પાર્લર જેવા કામોમાં ઉપયોગી ટુલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો જાતે પ્રેક્ટીકલ કરવા દેવામાં આવશે. આ માટે તાલીમ જરૂરી રો મટિરિયલ, અપાશે. ઉપરાંત આ કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. ITI ના ચાલુ તાલીમાર્થીઓએ બનાવેલ જુદ જુદા વર્કિંગ મોડલ સહિત આધુનિક પાવર ટુલ્સનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. આ કેમ્પનો મહત્તમ લાભ લોકો એ લીધો હતો.
અંકલેશ્વર ખાતે “સમર સ્કીલ વર્કશોપ – ૨૦૨૩” ઉદ્ઘાટન સમારોહ યોજાયો
Advertisement