માતર પાસેના રતનપુર જુના હાઈવે પર અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જેમાં મોટરસાયકલ ઉભુ રાખી પતિની પડી ગયેલી ટોપી લેવા જતા મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું છે.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વાંછીયેલ વિંઝોલમાં રહેતા નવનીતભાઈ હિંમતભાઈ ચૌહાણ સોમવારે સવારે પોતાની પત્ની તથા ભાણા પૂર્વરાજને મોટર સાયકલ પર અંબાજી ગામે પોતાના સાળાની ખબર કાઢવા જતા હતા. નવીનીતભાઈ પોતાનું મોટરસાયકલ પર ખેડા જુના હાઇવેથી રધવાણજ તરફ જતા હતા. તે સમયે રતનપુર એક હોટલ નજીક નવીનીતભાઇની માથા પર પહેરેલ ટોપી પવનથી ઉડી જતા બાઈક ઉભી રાખી હતી.
પાછડ બેઠેલ રમીલાબેન ઉતરીને ટોપી લઈને આવી રહ્યા હતા. આ સમયે રતનપુર તરફથી પૂરપાટ ઝડપે આવેલ ડમ્પરે મહિલાને અડફેટે લેતા રમીલાબેન ના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. જેથી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવો સંદર્ભે નવીનભાઈ હિંમતસિંહ ચૌહાણની ફરિયાદ આધારે માતર પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ