Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસુનની કામગીરીના ભાગરૂપે આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઇ

Share

પ્રિ મોનસુનની કામગીરીના ભાગરૂપે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતાં સયાજીરાવ ગાયકવાડ સમયના આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે 25 દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળે છે.

વડોદરા શહેરમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી પૂરું પાડવાનું આયોજન સયાજીરાવ ગાયકવાડ સમયમાં થયું હતું. જેમાં આજવા ખાતે અને પ્રતાપપુરા ખાતે બે સરોવર બનાવવામાં આવ્યા હતા. જેમાં પ્રતાપપુરા સરોવરનું પાણી ભરાય તે ચેનલ દ્વારા આજવા સરોવરમાં ઠલવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજવા સરોવર બાર માઈલના ઘેરાવામાં બનાવ્યું હોવાથી અને તેની પાણીના સંગ્રહની ક્ષમતા પણ 214 ફૂટ સુધી રાખવાનું આયોજન કર્યું હતું. આજવા સરોવરને 111 વર્ષ જેવો સમય થઈ ગયો છે દરમિયાનમાં તેના માટીનો પાળો હોવાથી આઠેક વર્ષ પૂર્વે તેમાં લીકેજ થતાં તેનું મજબૂતીકરણનું કામ પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પ્રતાપપુરા સરોવરના પાળામાં ભંગાણ પડવાને કારણે હાલમાં પાણીનો જથ્થો એકત્ર કરતો નથી. આજવા સરોવરમાંથી ચોમાસા દરમિયાન તળાવ છલકાય અને તે પાણી વિશ્વામિત્રીમાં છોડવા માટે 62 દરવાજા ખોલવાની પદ્ધતિ અમલમાં છે. જેને ધ્યાનમાં રાખી દરવાજામાં કોઈ તકલીફ પડે નહીં તેને ધ્યાનમાં રાખી દર વર્ષે 62 દરવાજાનું મેન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. આજવા સરોવરના 62 દરવાજાના શરૂ થયેલા મેન્ટેનન્સની કામગીરી અંગે અંગે જાણવા મળતી માહિતી મુજબ કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે આજવા સરોવરના 62 દરવાજાનું મેન્ટેનન્સ કરવામાં આવે છે અને આ કામગીરી 25 દિવસ સુધી ચાલશે. રોજ સવારે છ વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવે છે આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થાય તે માટે રોજ 50 થી વધુ કર્મચારીઓને કામે લગાડવામાં આવે છે. આ વર્ષે માત્ર દરવાજાનું મેન્ટેનન્સ કરવામાં આવનાર છે ગત વર્ષે દરવાજા સાથેના ડ્રમ બહાર કાઢી તે મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોવાથી આ વર્ષે તેનું મેન્ટેનન્સ કરવામાં આવશે નહીં તેમ જાણવા મળે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો..

ProudOfGujarat

ઝઘડિયા પ્રાંત અધિકારીને આજરોજ અલગ-અલગ સમસ્યાઓ બાબતે બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સેવા-સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!