ભરૂચ જિલ્લાના પરીએજ ખાતે સરબલ ક્રિકેટ કલબ દ્વારા 30 ઓવરની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં 64 ટીમોએ ભાગ લીધો હતો. સોમવારે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ નબીપુર અને શેરપુરાની ટિમો વચ્ચે રમાઈ હતી. નબીપૂરની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાની નિર્ણય કર્યો હતો. નબીપુરે નિર્ધારિત 30 ઓવરમાં 10 વિકેટના ભોગે 205 રન બનાવ્યા હતા. જેમાં નદીમ રાયલીએ શાનદાર બેટિંગ કરતા 112 રન બનાવી પોતાની ટીમને સધ્ધર સ્થિતિમા મૂકી હતી. જવાબમાં શેરપુરાની ટિમ 136 રનમાં ઓલ આઉટ થઈ જતા નબીપુરની ટીમનો 69 રને ભવ્ય વિજય થયો હતો.
નદીમ રાયલીની શાનદાર બેટિંગને કારણે મેન ઓફ ધ ફાઇનલનો પુરસ્કાર અપાયો હતો. જ્યારે ટુર્નામેન્ટના બેસ્ટ બોલરની ટ્રોફી નબીપુરના સરફરાઝ ગામગોરી તથા ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકે સેરપુરાના મુબારકને પસંદ કરાયા હતા. મેન ઓફ થ સિરીઝ તરીકે પાલેજના આકીબને પસંદ કરાયા હતા. ભરૂચના સામાજિક કાર્યકરો અબ્દુલભાઇ કામથી ટંકારીઆવાળા અને મુબારક પટેલ ડેરોલવાળાના હસ્તે વિજેતાઓને ટ્રોફીઓ અને ઇનામોની વહેંચણી કરાઈ હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ભાગ લીધેલ ટિમો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ