કરજણ તાલુકાના નારેશ્વર – પાલેજને જોડતા માર્ગનું તંત્ર દ્વારા નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગની રિકાર્પેટીંગની કામગીરી ચાલી રહી છે. પરંતુ જે ગતિએ કામ ચાલવું જોઈએ તે નથી ચાલી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે. માર્ગ મકાન વિભાગના પૂર્વ રાજ્ય મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે માર્ગનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
રિકાર્પેટિંગની કામગીરી માટે અંદાજિત રૂપિયા 32 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા. માર્ગનું મંથર ગતિએ કામ ચાલી રહ્યું હોય નિયત મુદ્દતમાં માર્ગનું કામ પૂર્ણ થશે કે કેમ તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. સુપ્રસિદ્ધ નારેશ્વર સ્થિત શ્રી રંગ અવધૂત યાત્રાધામ મંદિર ખાતે આવતા દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે. માર્ગમાં રિકાર્પેટિંગનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, કરજણ
નારેશ્વર – પાલેજ માર્ગની નવીનીકરણની કામગીરી મંદ ગતિએ ચાલી રહ્યા હોવાના આક્ષેપ, ગ્રામજનો અને વાહનચાલકોને મુશ્કેલી
Advertisement