દહેજની રિલાયન્સ કંપનીમાં લીફ્ટ લાઈન ઇન કરતા પાઈપ ફાટી જવાથી બે દાજી ગયા હતા જેઓને ભરૂચ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા વધુ સારવાર માટે લઇ જવાયા હતા.
દહેજની રિલાયન્સ કંપનીમાં તા ૬ જાન્યુઆરીના રોજ નાઈટ શિફ્ટમાં પિટીએ પ્લાન્ટમાં સટડાઉન હતું. તે દરમ્યાન રાત્રીના ૧૨:૩૦ – ૧:૦૦ કલાકના સુમારે સરસ્વતી ટાઉનશીપ દહેજમાં રહેતો સુધ્ધદીપ સરકાર તેમજ ઝાડેશ્વરમાં આર.કે.એવન્યુમાં રહેતો એક્ઝીક્યુટીવ અર્પણ ચૌધરી ફરજ પર હતા અને લિફ્ટ પાઈપ લાઈન કેમિકલ પ્લાન્ટમાં ઇન કરી રહ્યા હતા. આ દરમ્યાન પાઇપ લાઇનમા ગરમ પાણી આવતા અચાનક પ્રેશર વધી જવાથી ધડાકા સાથે પાઈપ ફાટી હતી અને બંને જણ પર ગરમ પાણી ઉડતા સખ્ત રીતે દાજી ગયા હતા. બંને કર્મચારીઓને સારવાર માટે તાત્કાલિક ભરૂચની હિલીંગ ટચ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સ્ટર્લીંગ હોસ્પીટલમાં લઇ જવાયા હતા.
બનાવ સદર્ભે દહેજ મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધારી તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવ અંગે કંપની સત્તાદિશો દ્વારા અત્યંત ગુપ્તતા રાખવામાં આવી હોવાથી સુરક્ષા સુવિધા અંગે પણ પ્રશ્નાર્થ સર્જાવા પામ્યા છે.