ઉમરપાડા તાલુકા મથક સંકલિત મહિલા-બાળ વિકાસ કચેરી ખાતે ઉમરપાડા પોસ્ટ ઓફિસ દ્વારા યોજાયેલા મહિલા બચત મહોત્સવમા મહિલા આંગણવાડી કાર્યકરોને સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત વિવિધ યોજના અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આપ્યું હતું.
સંકલિત મહિલા-બાળવિકાસ અધિકારી દશૅનાબેન.બી ચૌધરીના નેજા હેઠળ તાલુકાના ૬૩ ગામની ૧૮૨ આંગણ વાડી કાયૅકર બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. જેમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા બચત કઈ રીતે કરી શકાય તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, ૨૦૨૩ સુકન્યા સમૃદ્ધિ યોજના આકસ્મિક સુરક્ષા વિમા યોજના વગેરે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમરપાડા સબ પોસ્ટ ઓફિસના એસ પી. એમ બિપીનભાઈ ચૌધરી, આઈ.પી.પી.બી મેનેજર નિરંજનભાઈ ભક્તા, પોસ્ટ ઓફિસ કર્મચારી તરુણકુમાર નકુમ, ભાવેશભાઈ ભાભોર, ભાવેશભાઈ જીંજાળા દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ