ઉમરપાડાના આમલી દાબડા ગામના ખેડૂત નગીનભાઈ ખાલપાભાઇ વસાવા સામાન્ય ખેતીવાડી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગ્રામ પંચાયત દફતરે 248 નંબર વાળી મિલકત ધરાવે છે અને ત્યાં જૂનું ઘર તોડી હાલ નવું ઘર બનાવતા હતા અને મહત્તમ ઘરનું કામ પૂરું થઈ ગયું હતું ત્યારે બપોરના સમયે વાતાવરણે એકાએક પલટો લીધો હતો અને અચાનક વંટોળિયો ફૂંકાયો હતો અને આ વંટોળિયા એ નવા બનેલા ઘરને ઝપેટમાં લેતા ઘર પડી ગયું હતું ખેડૂતને નુકસાન થતા સમગ્ર પરિવાર નિરાશામાં ગરકાવ થયો હતો. ખેડૂતે આ બાબતે ગ્રામ પંચાયત કચેરીને જાણ કરતા ફરજ પરના તલાટી કમ મંત્રી એ સ્થળ પર આવી પંચ કયાશ કર્યો હતો જેમાં 50 જેટલા પતરા તૂટી જતા રૂપિયા 35,000 નું નુકસાન તેમજ અન્ય માલ સામાન મળી કુલ ₹ 50,634 નુકસાન થયું છે જે અંગેનો રિપોર્ટ તાલુકા કક્ષાએ કરવામાં આવ્યો છે ત્યારે સરકારના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂત પરિવારને સત્વરે સહાય કરે તે જરૂરી બન્યું છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ