Proud of Gujarat
FeaturedGujaratINDIA

પી.એમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી. જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. PM મોદી શનિવારે ક્વાડ સમિટ પહેલા ઝેલેન્સકી સાથે બેઠક કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમને G7 ની શાનદાર આયોજન બદલ અભિનંદન આપું છું. G7 શિખર સંમેલનમાં ભારતને આમંત્રણ આપવા બદલ પણ હું તમારો ખૂબ આભારી છું. મેં તમને જે બોધિવૃક્ષ આપ્યું હતું તમે તેને હિરોશિમામાં વાવ્યું હતું અને જેમ જેમ તે વધશે તેમ તેમ ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત થશે. આ તે વૃક્ષ છે જે બુદ્ધના વિચારોને અમરત્વ આપે છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો.

મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે પણ ‘હિરોશિમા’ શબ્દ સાંભળીને દુનિયા ડરી જાય છે. G7 સમિટ માટે મારી જાપાનની મુલાકાત દરમિયાન મને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી. આજે વિશ્વ ક્લાઈમેટ ચેન્જ અને આતંકવાદથી પીડિત છે. ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈ જીતવાનો શ્રેષ્ઠ માર્ગ પૂજ્ય બાપુનો આદર્શ છે. તેમની જીવનશૈલી પ્રકૃતિ પ્રત્યે આદર, સમન્વય અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. આગળ જાપાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. મારા માટે એ જાણવું ખૂબ જ આનંદની ક્ષણ છે કે મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિવૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્વ સમજી શકે. હું મહાત્મા ગાંધીનું સન્માન કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા પછી ભારતીય સમુદાય સાથે વાતચીત કરી.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ.

ProudOfGujarat

વડોદરા : શ્રી ક્ષત્રિય આહીર શીમ્પી સમાજ દ્વારા 50 જેટલી વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

પંચમહાલમા દશામાના વ્રતનો આજથી પ્રારંભ મહિલાઓ ભક્તિમા થશે લીન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!