Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે

Share

 

Advertisement

સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. એમની માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે લડી ગઈ હતી. બન્નેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં મોજુદ છે[૨].

આ ઉપરાંત પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.

ઓસમ ડુંગર મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો. આ પર્વતની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે પણ જાણિતો હતો. વિહંગાલોકન કરતા ૐ આકારનો પર્વત દૃષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી વર્તમાન સમયમાં ઓળખાય છે.

ઓસમ પર્વત પર દર વર્ષે ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો માત્રી માતાજીના સાનિધ્યમાં યોજાય છે. આ મેળાનું પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે.શિયાળા ની ઠંડી પૂર જોશમાં પડી રહીછે ત્યારે દુરદુરથીલોકો કુદરતીસૌંદર્ય નો આનંદ માણવા ઉમટીપડે છે……..


Share

Related posts

વડોદરામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં મેનેજર તથા લોન ઓફિસર દ્વારા ગ્રાહકને છેતરી લોન ઇસ્યુ કરાઇ હોવાના આક્ષેપ.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં ડબલ મર્ડર કેસ મામલે ગૃહ વિભાગ એક્શનમાં, જામનગર એસપીની આગેવાનીમાં સીટની રચના

ProudOfGujarat

ઝઘડિયાનાં સરસાડ ગામે પાંચ ખેડૂતોનાં ખેતરમાં સિંચાઈ સાધનોની તોડફોડ.

ProudOfGujarat
error: Content is protected !!