Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના પીપદરા ગામ ખાતે થયેલ યુવકના અપહરણ મામલે ગણતરીના સમયમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

Share

ઝઘડિયા તાલુકાના પીપદરા ગામમાં છૂટાછેડાની ભનક આવી જતા બનેવીએ ટાટા સુમો ગાડીમાં અન્ય છ ઈસમો સાથે ઘસી આવી સાળાને માર મારી અપહરણ કરવાના મામલામાં પોલીસ ગણતરીના દિવસમાં ઉકેલી કાઢી મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો હતો.

ઝઘડિયા તાલુકાના પીપદરા ગામના સંજાલી ફળિયામાં રહેતા ભીખાભાઈ ગોપાલભાઈ ભાટિયાની પુત્રી વૈશાલીબેનના લગ્ન નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામના હાર્દિક શૈલેશ વસાવા સાથે થયા હતા જેને તેના પતિ સાથે અણબનાવ થતા પાંચ દિવસ પહેલા તે પિયરમાં આવી ગઈ હતી તે દરમિયાન ગત તારીખ-૧૫ મી મે ના રોજ ભીખાભાઈ ભાટિયા અને તેઓના પત્ની, પુત્ર સુનીલ તેમજ પુત્રી વૈશાલી ડભોઈ ખાતે પુત્રીના છૂટાછેડા લેવાના હોવાથી વકીલને મળવા ગયા હતા અને ત્યાં તેઓના સંબંધીને ત્યાં રોકાયા હતા.

Advertisement

તે વેળા ગતરોજ પુત્રીના પતિ હાર્દિક શૈલેશ વસાવા અને અન્ય બે મહિલા સહીત છ લોકો લાકડાના સપાટા સાથે ટાટા સુમોમાં સવાર થઇ પીપદરા ગામે આવ્યા હતા અને ભીખાભાઈના ઘરના ઘુસી જઈ અંદર સુતા તેઓના પુત્ર મિતેશભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પૂર્વક અપહરણ કરી જતા રહ્યા હતા.


Share

Related posts

એકતાનગર ટેન્ટ સિટી-૨ ખાતે “વિશ્વ મધમાખી દિવસની ઉજવણી” નો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

રાજકોટના કોટડાસાંગાણી ખાતે મિલેટ મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવમાં આવેલ જવાહર સોસાયટીના બંધ મકાનમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!