લખનૌ-હરદોઈ હાઈવે પર સ્થિત જિંદૌર ગામ નજીક મોડી રાતે એક વાગ્યે માર્ગ દુર્ઘટનામાં ચારના મોત નીપજ્યા. 3 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટના ટ્રકને ઓવરટેક કરવા દરમિયાન ઘટી. કાર સવાર હરદોઈના સંડીલા સ્થિત અનવરી મોહલ્લાના રહેવાસી હતા. લખનૌમાં એક લગ્નમાં સામેલ થઈને પાછા આવી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર ગુરૂવારે મોડી રાતે જિંદૌર ગામ નજીક એક વાગ્યે લખનૌથી હરદોઈ તરફ જઈ રહેલી કારે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ડ્રાઈવર કાર પરથી નિયંત્રણ ગુમાવી દીધુ. જેના કારણે કાર ડિવાઈડર સાથે ટકરાઈ. ઘટનામાં સંડીલાના અનવરી મોહલ્લા નિવાસી સમીના, પુત્રી આશિયા, અબ્દુલ રહમાન અને ફાતિમાનું મોત નીપજ્યુ. કાર સવાર ફહદ, અમાન સહિત 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળે કારની અંદરથી ચીસો સંભળાઈ રહી હતી. દરવાજો લોક થઈ ગયો હતો. પોલીસે કારની પાછળના ભાગનો કાચ તોડ્યો. જે બાદ એક-એક કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા. ઈજાગ્રસ્તોને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પરિજનો લઈને ગયા છે. મૃતકોના પરિજનોએ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી દીધી. પોલીસ અધિકારીઓના આદેશ પર પંચનામુ ભરીને મૃતદેહ પરિજનોને સોંપી દેવાયા.