કરજણ તાલુકાના હલદરવા ગામના પાટિયા નજીક ચાલુ બાઈકે ફોન પર વાત કરતાં ગફલતભરી રીતે હંકારી રહેલા મોટરસાઈકલ સવારે રોડની સાઈડમાં ઉભેલી એક શ્રમજીવી મહિલાને અડફેટે લેતાં મહિલાનો ઘૂંટણના નીચેના ભાગેથી પગ ભાંગી નાખી મોટરસાઇકલ સ્થળ પર પર છોડી ભાગી છૂટતા સવાર વિરુદ્ધ કરજણ મથકે ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર પાલેજ આઝાદનગરીમાં રહેતાં જ્યોત્સનાબેન દશરથભાઈ પરમાર સહિત અન્ય મજૂરો હલદરવા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં તલ કાપવાની મજૂરીએ ગયા હતાં. જ્યાથી તલ કાપી સાંજના સમયે મજૂરીથી છૂટી ઘર પાલેજ તરફ આવી રહ્યા હતાં. તે દરમિયાન હલદરવા નજીક આવેલ શાન હોટલ સામે ને.હા.48 પર રોડ ક્રોસ કરી જ્યોત્સનાબેન સામેની રોડની બાજુમાં ઊભા રહી અન્ય સાથી મજૂરોની રાહ જોતા હતાં. તેવામાં મોટરસાઈકલ ઉપર વાત કરતો કરતો મોટરસાઈકલ સવાર પુરઝડપે બેફિકરાઈથી આવી રહ્યો હોય રોડની બાજુમાં ઉભેલ જ્યોત્સનાબેનને ધડાકાભેર અથાડી અકસ્માત કર્યો હતો. જેથી જ્યોત્સનાબેન ફંગોળાઈને જમીન પર પડી ગયા હતા. અને ઘૂંટણની નીચે પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં પગ ભાગી ગયો હતો. જ્યારે બાઈક સવાર અકસ્માત કરી બાઈક ઘટના સ્થળે છોડી ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત જ્યોત્સનાબેન પરમારને 108 ની મદદથી ભરૂચ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતાં. પોલીસે અકસ્માત કરી ભાગી છુટેલ અજાણ્યા બાઈક સવાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યાકુબ પટેલ, કરજણ