ભરૂચ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગુનાહિત પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકો દ્વારા રાત દિવસ અનેક સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે, સાથે જ લાખોની કિંમતનો શરાબનો જથ્થો કબ્જે કરી બુટલેગરોને જેલના સળીયા ગણતા કરવામાં આવ્યા છે તેવામાં વધુ એકવાર બુટલેગરો સામે ક્રાઇમ બ્રાંચ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના બંબાખાના નજીક આવેલ તાડીયા વિસ્તારમાં બુટલેગરો દ્વારા વિદેશી શરાબના જથ્થાને સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, દરમ્યાન બુટલેગર જયંતિભાઈ મંગળદાસ મિસ્ત્રી તથા તેનો છોકરો પરેશ જયંતિભાઈ મિસ્ત્રી બંને પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ મંગાવી પોતાના ઘરની સામે આવેલ ફરાસખાનામાં સગેવગે કરતા ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં ભારતીય બનાવટના વિદેશી શરાબના 25 બોક્સ તેમજ 744 નંગ બિયરનો જથ્થો મળી કુલ 1,36,660 નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર (1) પરેશ જ્યંતીભાઈ મિસ્ત્રી રહે, તાડીયા ભરૂચ (2) અજય મહેશભાઈ વસાવા રહે, ગોકુલ નગર ભરૂચ (3) ભાવિન દિલીપ પટેલ રહે, કુકરવાડા ભરૂચ તેમજ (4) આકાશ વિનોદભાઈ વસાવા રહે, તાડીયા ભરૂચ નાઓની ધરપકડ કરી બુટલેગર જ્યંતી મિસ્ત્રી સહિત અન્ય ચારને વોન્ટેડ જાહેર કરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ચકચાર મચ્યો છે.