• એનએફઓ 17 મે, 2023ના રોજ ખુલે છે અને 31 મે, 2023 ના રોજ બંધ થાય છે
• અનન્ય રોકાણ અભિગમ જે બજાર, સેક્ટર અને શૅરના સ્તરે ઉપલબ્ધ મૂલ્યની તકો પસંદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે
• મધ્યમ-લાંબા ગાળાની રોકાણ ક્ષિતિજ ધરાવતા રોકાણકારો માટે યોગ્ય
બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પરિબા વેલ્યુ ફંડની રજૂઆતની જાહેરાત કરી છે, જે વેલ્યુ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ફંડનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના રોકાણકારો માટે સંપત્તિનું સર્જન કરવાનો છે. ફંડનું સંચાલન શિવ ચનાની (વરિષ્ઠ ફંડ મેનેજર) દ્વારા કરવામાં આવશે જેઓ 21 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, અને તેનું પર્ફોમન્સ નિફ્ટી 500 ઇન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.
ફંડનો ઉદ્દેશ્ય વેલ્યુ ઈન્વેસ્ટમેન્ટના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પસંદ કરેલી કંપનીઓના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. ફંડ આંતરિક મૂલ્ય અને પ્રવર્તમાન બજાર ભાવ વચ્ચે મિસપ્રાઈઝ્ડ તકોને ઓળખશે. આ તકોને ઓળખવા માટે ફંડ એવા શૅરોની શોધ કરશે જે એકંદર બજાર માટે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થતા હોય, તેમના પોતાના ઐતિહાસિક સરેરાશ મૂલ્યાંકન અથવા તેમના મૂળભૂત મૂલ્યાંકનને સંબંધિત હોય.
ફંડ માને છે કે ઇક્વિટી બજારોમાં બહુવિધ સ્તરો પર મૂલ્યસભર તકો ઉપલબ્ધ છે: અ) બ્રોડ માર્કેટ સામાન્ય રીતે 2008માં જીએફસી અથવા 2020માં કોવિડ મેલ્ટડાઉનમાં જોવા મળેલી કટોકટી જેવી સ્થીતીમાં વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. આ સમગ્ર બજારમાં આકર્ષક તકો પૂરી પાડી શકે છે; બ) ટૂંકા ગાળાના પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, નિયમનકારી ફેરફારો, વગેરે જેવા સેક્ટર સ્પેસિફિક પડકારો ક્ષેત્ર સ્તરે મૂલ્યસભર તકો પૂરી પાડે છે; અને ક) અંતે, અમારા ઊંડા સંશોધન દ્વારા કંપની સ્પેસિફિક તકો મેળવાશે.
આ સ્કીમ ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનો (65% – 100%), ડેટ અને મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (0% – 35%), આરઈઆીટી અને ઈન્વીઆઈટી (0% – 10%) દ્વારા ઈશ્યુ કરાયેલા યુનિટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ (0% – 10%) કરશે.
“બરોડા બીએનપી પરિબા એએમસીમાં, અમારી પાસે શિસ્તબદ્ધ માળખું, અનુભવી ટીમ અને મજબૂત પ્રક્રિયાઓ દ્વારા સમર્થિત મજબૂત રોકાણ પરંપરા છે. અમારા નવા ફંડ, બરોડા બીએનપી પરિબા વેલ્યુ ફંડમાં અમે રોકાણની તકોને ઓળખવાનો લક્ષ્યાંક રાખીએ છીએ જ્યાં સ્ટોક્સ તેમના આંતરિક મૂલ્યમાં ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ હોય. આ તકો શૅરો, સેક્ટર્સ અને માર્કેટ કેપમાં હોઈ શકે છે. જોખમનું સંચાલન કરવા માટે, અમારી પાસે સલામતી ફ્રેમવર્કનું મજબૂત માર્જિન છે: – બેલેન્સ શીટમાં, કમાણીમાં અને મૂલ્યાંકનમાં સલામતીનું માર્જિન અમારા ‘3એસ ફ્રેમવર્ક’નું પ્રતિનિધિત્વ કરે છે, એમ બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ સુરેશ સોનીએ જણાવ્યું હતું.
આ સ્કીમ એવા લાંબા ગાળાના ધૈર્યવાન રોકાણકારો માટે યોગ્ય છે જેઓ સલામતીના પર્યાપ્ત માર્જિન સાથે વેલ્યુ શેર્સમાં રોકાણ કરીને અને વૃદ્ધિ-લક્ષી પોર્ટફોલિયોમાંથી વૈવિધ્યકરણ શોધીને લાંબા ગાળાની સંપત્તિનું સર્જન કરવા માગે છે. ફંડનો ઉદ્દેશ્ય સંભવિત આવકની વૃદ્ધિ તેમજ વેલ્યુએશન રિ-રેટિંગમાંથી લાભ મેળવવાનો છે.
એનએફઓ 17 મે, 2023 ના રોજ ખુલે છે અને 31 મે, 2023 ના રોજ બંધ થાય છે.