અસહ્ય વધી રહેલી મોંઘવારીની અસરમા તાડફળી મોંઘી બની છે છતાં કુદરતનું એવું બનાવેલું ફળ જેમાં કોઈ ભેળસેળ નથી જેથી લોકો તાડફળીનુ ફળ ખાવાનું ચૂકતા નથી બજારમાં અનેક પ્રકારના ફળનું વેચાણ થઈ રહ્યું છે જેમાં કેમિકલ દવા પાવડર ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી ફળનો ઓરીજનલ સ્વાદ મળતો નથી અને વધુ પૈસા ખર્ચી લીધેલા ફળો ખાવામાં અનેક પ્રકારની બીમારીઓ માણસને લાગી રહી છે.
ખાસ તાલુકાના લિંબાડા આસરમા સહિતના ગામોના શ્રમિક વર્ગ દ્વારા મુખ્ય માર્ગ પર તાડફળીનું વેચાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે તાડફળીના ભાવમાં પ્રતિવર્ષ કરતા મોટો વધારો થયો છે. ₹ 20 ની ત્રણ અથવા ચારના ભાવે તાડફળી વેચાઈ રહી છે જે ભાવ આગળના વર્ષ કરતા વધુ છે. તાડફડીનુ વેચાણ કરનારા શ્રમિકો વધી રહેલી મોંઘવારીનું કારણ બતાવી રહ્યા છે તેઓ પાસેથી તાડફળીના ઝાડ માલિકો દ્વારા વધું પૈસા લેવામાં આવી રહ્યા છે તેમજ રિક્ષા ભાડું સહિતના અનેક કારણો દર્શાવી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં લીંબાડા આસરમા વગેરે ગામના શ્રમિકો તાડફળીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ વાંકલ, ઝંખવાવ, મોસાલી સહિતના ગામોમાં પ્રતિદિન તાડફળીનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે ત્યારે તાડફળીના ભાવ વધુ હોવાનું ગ્રાહકો તેઓને જણાવતા હોય છે પરંતુ વર્ષમાં એક વાર મળતું ફળ હોવાથી આખરે ખરીદી કરતા હોય છે.
– વર્ષમાં એકવાર ખાવા મળતું કુદરતી સ્વાદ વાળું એકમાત્ર ફળ તાડફળી છે
વર્ષમાં એકવાર મળતું તાડફળીનું ફળ સૌ માટે પ્રિય છે જેથી મોંઘવારીના સમયમાં પણ ભાવની ચિંતા કર્યા વિના ગ્રાહકો આ ફળને ખરીદી રહ્યા છે. દરેક ફળોની આજે વિદેશમાંથી બિયારણ રોપા લાવી ખેતી કરવામાં આવી રહી છે અને જેમાં કેમિકલ, દવા, ખાતર સહિત પ્રકારની ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે પરંતુ તાડફળીનું વૃક્ષ એ કુદરતી ઉગેલું વૃક્ષ છે એમાં કોઈ પણ પ્રકાર ખાતર દવાનો ઉપયોગ થતો નથી જેથી દરેક વ્યક્તિની તંદુરસ્તી માટે પણ તાડફળી શ્રેષ્ઠ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ