પાલેજ જી.આ.ઇ.ડી.સી સ્થિત આવેલ એમકોર કંપનીમાં કામ કરતા ૭૦ જેટલા કર્મચારી પગાર તેમજ માનસિક ત્રાસ ઉપરાંત વર્ષો સુધી કામ કરવા છતાં કાયમી નહીં કરવા તેમજ પરપ્રાંતિયોની ભરતી કાયમી ધોરણે કરાતી હોવાના અાક્ષેપો સાથે હડતાળ ઉપર ઉતરી આવ્યા છે. પાલેજ જી.આઈ.ડી.સી. સ્થિત આવેલ એમકોર કંપની દ્વારા સ્થાનિક કર્મચારીઓ તેમજ મજદુર વર્ગ સાથે ચાલતા અન્યાયને લઇ કર્મચારી વર્ગ દ્વારા સતત બીજા દિવસે હડતાળ ચાલુ રાખવા છતાં હજુ સુધી સત્તાધીશો તરફથી તેઓની માંગ સુદ્ધાં સાંભળવા કોઈ કંપનીના જવાબદાર સત્તાધીશો ન આવતા કર્મચારી વર્ગમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.
અહીં પાલેજ સ્થિત મલ્ટી નેશનલ કંપની દ્વારા કંપનીમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક કર્મચારીઓને કોઈપણ કારણ વિના ગમે ત્યારે છુટા કરી દેવામાં આવે છે. એવા અાક્ષેપો કર્મચારીઓ દ્વારા કરવામાં અાવી રહ્યા છે. જેના ભાગરૂપે ગત માસમાં ૧૦ કર્મચારી તેમજ ચાલુ માસમાં બીજા ૧૫ કર્મચારી છુટા કરવાની વાત મેનેજમેન્ટ દ્વારા થતા કર્મચારી વર્ગમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. વળી અહીં પગાર ધોરણ સરકારી નીતિ નિયમો અનુસાર ન હોવાથી પગાર ધોરણ વધારવા મુદ્દે કર્મચારી વર્ગ દ્વારા હડતાળ પાડી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
હારૂન પટેલ