વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં બાવળના ઝાડ નીચે જુગાર રમતા ચાર જુગારીઓ કરજણ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ જવા પામ્યા હતા. જ્યારે એક જુગારી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંડારી ગામે ગૌચરમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો કુંડાળું વળી પત્તા-પાના પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) રવીકુમાર ગોવિંદભાઇ ચુનાવાલા ઉ.વ.૩૫ ધંધો.ખેતી રહે.કંડારી ગામ બારીયા વગો તા.કરજણ જી.વડોદરાનો હોવાનુ જણાવેલ જેની અંગઝડતી કરતા તેની પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો મળી કિ.રૂ.૧૮૫૪- મળી આવેલ તથા નં.(૨) અતુલભાઇ રતીલાલ વસાવા ઉ.વ.૪૦ ડ્રાઇવીંગ રહે. કુરાલી બસ સ્ટેન્ડ પાસે તા કરજણ જી.વડોદરાનો હોવાનું જણાવેલ તેની અંગઝડતી કરતા તેની પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો મળી રૂ.૧૪૦૦/- મળી આવેલ તથા (૩) રસીકભાઇ છગનભાઇ વસાવા ઉ.વ ૩૫ ધંધો, ડ્રાઇવીંગ રહે.કડારી ગામ માથુજી ફળીયુ તા કરજણ જી.વડોદરા નાનો હોવાનું જણાવેલ જેની અંગઝડતી કરતા તેની પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો મળી કિ.રૂ.૧૦૦૦/- મળી આવેલ તથા (૪) રમેશભાઇ ઉર્ફે તીરી ઉકેડભાઇ વસાવા ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. રહે.કંડારી ગામ તા કરજણ છે. વડોદરા હોવાનુ જણાવ્યુ હતું.
જેની અંગઝડતી કરતા તેની પાસેથી જુદા જુદા દરની ચલણી નોટો મળી કિ.રૂ.૧૦,૫૦૪ મળી આવેલ તથા તેમજ સદરી જગ્યાએ દાવ ઉપર જોતા વેરણછેરણ પડેલ જુદા-જુદા દરની ચલણી નોટો કુલ રૂ.૬૮૫૦/- મળી કુલ કી.રૂ ૧૨,૧૫૦/- નો મુદામાલ મળી આવ્યો હતો. જ્યારે મુકેશ શંકરભાઇ વસાવા રહે કંડારી નાઓ પોલીસને જોઇ ફરાર થઈ ગયો હતો. રેઇડ દરમ્યાન ચાર ઈસમો પકડાઇ ગયેલ હોય અને એક ઇસમ સ્થળ પરથી ભાગી ગયેલ હોય જેથી ઉપરોકત તમામ ઇસમો વિરુધ્ધમાં કરજણ પોલીસ મથકમાં જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
યાકુબ પટેલ, કરજણ