Proud of Gujarat
FeaturedGujaratINDIA

હેપ્પી બર્થડે ગોલ્ડન બ્રીજ : ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ 142 વર્ષનો થયો, વર્ષ 1881 માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો

Share

ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ 142 વર્ષનો થયો છે. વર્ષ 1881 માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો. અનેક તડકા છાંયા જોઇ નર્મદા નદીમાં આવેલ અનેક રેલની થપાટો રોજના હજારો વાહનોનું ભારણ છતાં આજે પણ અડીખમ ગોલ્ડન બ્રિજ છે.

-ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો

Advertisement

ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881 ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતુ. ગોલ્ડન બ્રીજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો.

-ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રીજ તૈયાર થયો

પરંતુ સમય જતા તેના પરથી વાહનોની આવન જાવન શરુ કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રીજ કરોડરજ્જુ સમાન બની ગયો છે. દક્ષીણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતી આ એક સમયની મહત્વની કડી હતી. આજે તેના 142 માં જન્મ દિવસે દરેક ભરૂચી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે. ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રીજ નર્મદા મૈયા બ્રિજ બન્યો છે. તે 2 વર્ષ અગાઉ જ ખુલ્લો મુકાયો છે, ત્યાં આજે વાહનોની અવરજવર શરૂ છે, ત્યારબાદ પણ ગોલ્ડન બ્રીજ તો સહુના દિલમાં જ વસેલો રહેશે.

ગોલ્ડન બ્રિજ અને તેની સાથે જોડાયેલ કાળ ક્રમ

– 7 ડિસેમ્બર 1877 માં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત – 16 મે 1881 માં બ્રિજમાં રેલ્વે પરિવહન શરૂ – 21 ડિસેમ્બર 1995 બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન રેલવે બ્રિજ શરુ – 20 એપ્રિલ 1977 સુધી જૂનો નેશનલ હાઇવે નંબર 8 તરીકે કાર્યરત અને ભારદારી વાહનો ત્યારબાદ પ્રતિબંધ લદાયો

-બ્રિજની સફાઈ પરત્વે પણ તંત્રની ઉદાસીનતા

ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજના લોખંડના સ્ટ્રક્ચરમાં વરસાદી પાણી કેટલા બ્લોકમાં છલોછલ જોવા મળતા રહ્યા છે. તેનો નિકાલ અટકી જતાં તે ત્યાં જ સ્થાયી થઈ જાય છે જે ધીરેધીરે લોખંડને કાટ ચડવાની સાથે તેની સાથે જોઈન્ટ ગડરોને પણ નુકસાન પહોંચાડતું હોય છે. તો કેટલા બ્લોકમાં માટીના થર જામ્યા જોવા મળી રહ્યા છે.

-નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ ગોલ્ડન બ્રિજ પર વાહનોની અવરજવર નહીવત બની

ગોલ્ડન બ્રિજની સમાંતર નર્મદા મૈયા બ્રિજ તાજેતરમાં જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જે બાદ ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ પર હવે ગણતરીના જ સાધનો ઉપયોગ કરી પસાર થઈ રહ્યા છે, પરંતુ જિલ્લાના અન્ય બ્રિજની સરખામણીમાં ગોલ્ડન બ્રિજ આજે પણ ભરૂચ જિલ્લાના લોકો માટે સંજીવની સમાનની ઓળખ અડીખમ રાખી છે.


Share

Related posts

કોરિયોગ્રાફર સરોજ ખાનના જીવન પર બનશે ફિલ્મ : ભૂષણ કુમારે કરી જાહેરાત.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ રિસ્ક મેનેજમેન્ટને આગના જોખમોને ટાળવા માટે આઈઓટી- સક્ષમ સિસ્ટમ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ.

ProudOfGujarat

આજથી પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ,૫૩૫ ગામના તળાવો ઉંડા કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!