વડોદરા જિલ્લાના કરજણ સ્થિત ફાયર વિભાગ દ્વારા ચાર બકરીઓનું રેસ્કયુ કરી બકરીઓને નવજીવન બક્ષ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર કરજણ તાલુકાના ભરથાણાની સીમમાં આવેલી ઓનેસ્ટ હોટેલની સામે જયરાજ સિંહ અટાલિયાની માલિકીના ૧૧૦ ફૂટ જેટલા ઉંડા કૂવામાં અકસ્માતે આઠ બકરીઓ પડી ગઈ હતી.
જેની જાણ સંજય ભાઈ પટેલ દ્વારા કરજણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક કરજણ ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કુવામાં પડી ગયેલી બકરીઓનું રેસક્યું ઓપરેશન હાથ ધર્યુ હતું. હાથ ધરાયેલા રેસ્ક્યું ઓપરેશનમાં ૪ બકરીઓ સહી સલામત કૂવામાંથી બહાર કાઢી હતી. જ્યારે કમનસીબે ૪ બકરીઓ મૃત્યુ પામી હતી. મૃતક ચાર બકરીઓને પણ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
યાકુબ પટેલ, કરજણ
Advertisement