Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

જીતાલી ના વર્લી કંમ્પોઝ ના શેડ ને આગ લગાડતા અસામાજિક તત્વો..

Share

અંકલેશ્વર ના જીતાલી ખાતે રોટરી ક્લબ દ્વારા ઉભા કરવામાં આવેલ વર્લી કમ્પોઝ પ્લાન્ટનાં શેડમાં અસામાજિક તત્વોએ આગ લગાડી દીધી હતી. ગામ માંથી ગાર્બેજ વેસ્ટ એકત્ર કરી ખાતર બનાવી તેનો ગ્રામજનો ઉપયોગ કરતા હતા. રાજ્ય મા ગ્રામ્ય કક્ષાનો આ પ્રથમ નંબર વર્લી કમ્પોઝ પ્રોજેક્ટ હતો.
અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા અંદાજીત  2 લાખ રૂપિયા ખર્ચે જીતાલી ગામ ખાતે સેંગપુર રોડ પર ગામ માંથી ઘરેઘરે થી ગાર્બેજ વેસ્ટ , તેમજ અન્ય ઘરેલું કચરો એકત્ર કરી ખાતર બનાવવાનો પ્રોજેક્ટ ઉભો કરવામા આવ્યો હતો. જેમાં ખાતર બનાવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન રાત્રી ના સમયે  કેટલાક અસામાજિક તત્વોએ વર્લી કમ્પોઝ શેડમાં આગ લગાવી દેતા શેડ બળી ગયો હતો.
જીતાલી ગામનાં  સંરપચ  તેમજ રોટરી ક્લબના નરેન્દ્રભાઈ જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સરપંચ મહંમદભાઈ પાંડોરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગ્રામજનો દ્વારા રોટરી ક્લબની મદદ થી આ પ્રોજેકટ ઊભો કરાયો હતો.
 ત્યારે ગામના વિકાસ માટે આ અનોખા પ્રોજેક્ટમાં કેટલાક વિઘ્નસંતોષી  તત્વોએ આગ લગાવી હોવાનું  લાગી રહ્યુ  છે

Share

Related posts

ભરૂચમાં ધમધમતા સ્પા અને પાર્લરને બંધ કરાવવા માટે તંત્ર કામે લાગ્યું છે આજે શહેરનાં આંબેડકર શોપિંગનાં સ્પાને સિટી મામલતદારએ સીલ મારી દીધું છે.

ProudOfGujarat

માંગરોળ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ખુશખુશાલ મહિલા ખુશખુશાલ પરિવાર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર- કાપોદ્રા પાટિયા નજીક યુવાનને માર માર્યો,ઘટના સીસીટીવીમાં કેદ…

ProudOfGujarat
error: Content is protected !!