Proud of Gujarat
FeaturedGujaratINDIA

કડવી વાસ્તવિકતા “નળ છે પણ જળ નથી” નેત્રંગ તાલુકાના શણકોઈ ગામમાં પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો

Share

ભરૂચ જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામડાઓ હજુ પણ પાણી માટે વલખા મારતા હોય તેમ કહેવાય રહ્યું છે, અનેક એવા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેતી માટે તો થીક મકાન વપરાશ માટે અને પશુઓને પિવા માટે પણ પૂરતું પાણી ન મળતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, અંતરીયાળ વિસ્તારોના ગામોના હેન્ડ પંપ તો છે પરંતુ ટીપે ટીપે સરોવર ભરાય તેમ તેનામાંથી જળ ટપકતું હોય છે અને ભારે જહેમત બાદ એક બાલ્ટી પાણી ભરાતું હોય છે.

ખાસ કરી જળ સમસ્યાનો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા અનેક ગામડાઓ સામનો કરી રહ્યા છે, જ્યાં કેટલાય ગામડાઓમાં નળ તો લાગ્યા છે પણ તેમાં જળના દર્શન માટે ગ્રામજનો ચાતક નજરે રાહ જોઈ બેઠા છે, અનેક નેતાઓ આ વિસ્તારોમાં ચૂંટણી પ્રચારોમાં ફરી આવ્યા અને ગામની સુખ સુવિધાઓ માટેના વાયદાઓ પણ કરી આવ્યા પરંતુ આજે પણ નેતાઓના તમામ વાયદા પોકર સાબિત થયા હોય તેમ આ વિસ્તારોમાં ફરવા બાદથી લાગી રહ્યું છે.

વારંવાર ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં રજુઆત છતાં કોઈ પગલાં નહિ હોવાના પણ આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે, તો ખેતીના પાકને બચાવવા ખેડૂતોએ પણ અજીજી કરી છે, નેત્રંગ તાલુકાના શણકોઈ ગામમાં ખેડૂતો અને સ્થાનિકો પીવાના સહિત સિંચાઈના પાણી માટે આજે પણ વલખા મારી રહ્યા છે. ત્યારે વિકસિત ગુજરાતની કડવી વાસ્તવિકતા નજરો સમક્ષ આવી ચડે છે.

Advertisement

શણકોઈ ગામના હેન્ડ પંપ અને નળ છે પરંતુ તેમાંથી જળ ક્યારે નીકળશે તે બાબતે ગ્રામજનો રોજનું મંથન કરતા હોય છે, આંતરિયાળ વિસ્તારોમાં જળની કટોટી કહો કે મજબૂરી સામે ગ્રામજનો લાચારી અનુભવી રહ્યા છે, આ વિસ્તારમાં ક્યારે એવો નેતા આવશે અને તેઓની આ સમસ્યાનો અંત લાવશે તેવી આશા સાથે ગ્રામજનો હાલ તો જીવન જીવતા હોવાનું કહેવાય રહ્યું છે.

– નેત્રંગ, ઝઘડિયામાં અનેક નાના ડેમ છતાં જળ પહોંચાડવા તંત્રમાં મેનેજમેન્ટનો અભાવ..?

નેત્રંગ તાલુકાની વાત કરીએ તો રાજપારડીથી નેત્રંગ માર્ગ પર ધોલી ડેમ છે જેના પણ આસપાસના અનેક ગામ આજે પણ જળ માટે નિર્ભર છે, તો બીજી તરફ ડેડીયાપાડા પાડા માર્ગ પર બલદવા ડેમ આવેલો છે જેના ઉપર પણ કેટલાય ગામના ખેડૂતો સિંચાઈ માટે અને ઘર વપરાશ માટે નિર્ભર રહ્યા છે તેમજ નેત્રંગથી વાડી માર્ગ પર પિંગુટ ડેમ આવેલો છે જે પણ આસપાસના લોકોમાં જળ માટે રાહત રૂપી છે, પરંતુ ઉનાળામાં આ ડેમોમાં જળની માત્ર ઘટવાથી છેવાડાના ગામોમાં જળની વિકટ સમસ્યા સર્જાઈ છે જે બાબતે તંત્ર એ મંથન કરી આ સમસ્યામાંથી કાયમી ઉકેલ માટેની કોઈ નક્કર વ્યવસ્થા કરવાની તાતી જરૂર જણાય છે.


Share

Related posts

જુગારધામ પર રેડ કરી ૭ જેટલા શકુનિઓને ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ…

ProudOfGujarat

અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશનાં ગોરખપુર જવા ટ્રેન રવાના 1280 પરપ્રાંતિયો વતન પહોંચશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં દઢાલ ગામમાં અંતિમ યાત્રા જીવના જોખમે કાઢવા ગ્રામજનો મજબૂર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!