Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ડીંડોલીમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી યુવકે દુષ્કર્મ આચર્યું

Share

સુરતના ડીંડોલીમાં રહેતા ફરિયાદીની ૧૪ વર્ષની સગીર દીકરીને ઇન્સ્ટાગ્રામ ઉપરથી આકાશસિંગ નામના ઇસમે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલ જે સગીરાએ એક્સેપ્ટ કરી લેતા બંને વચ્ચે વાતચીત અને પરિચય થયેલ હતો, આકાશસિંગ ડીંડોલીમાં જ રહેતો હોય તેણે સગીરાના ભાઈ જોડે મિત્રતા કરી લઈ તેના ઘરે આવનજાવન ચાલુ કરી દીધેલ. તે દરમિયાન ગઈ તા. ૨૬/૦૧/૨૦૨૩ ના રોજ સગીરાના મામાનું અવસાન થયેલ હોય તેની માતા તેઓના વતન ગામમાં રાજસ્થાન ગયેલ અને પિતા કામ ઉપર ગયેલ તે વખતે સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે બપોરના સમયે આકાશસિંગ સગીરાના ઘરે આવી બળજબરી કરી “શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાના મત, નહી તો તેરે ભાઈ ઓર તુજે જાન સે માર ડાલુંગા” એવી ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી નાસી ગયેલ, ત્યારબાદ બે ત્રણ દિવસ સુધી બપોરના સમયે સગીરા એકલી ઘરે હોય ત્યારે આવી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતો અને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી જતો રહેલો. ત્યારબાદ સગીરાએ હિંમત એકઠી કરી તેના માતા પિતાને જાણ કરતા ડીંડોલી પોલીસ સ્ટેશન આવી આરોપી આકાશસિંગ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જેમાં ડીંડોલી પોલીસને માહિતી મળી કે, આરોપી તેના બહેન બનેવીને ત્યાં રાજકોટ નાસી ગયો છે કે સુરત પાછો ફર્યો છે અને હાલમાં ગોડાદરા બ્રિજ પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ બિહારના વતની અને હાલમાં ડીંડોલી વિસ્તારમાં રહેતા આકાશ સિંગ ગુરુજીત સિંગ (ઉ.22) ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

તમન્ના ભાટિયા એ એક ગુપ્ત ઘટક છે જેની ફિલ્મ નિર્માતાઓને જરૂર હોય છે, તેની સફળતાનો દોર એનો પુરાવો છે!

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ૨૩ દવાખાના તબીબ વિનાના કુલ ૫૯ મંજુર થયેલી જગ્યાઓ પૈકી ૩૬ જગ્યા પર તબીબો છે ઘણા સ્થળોએ એક તબીબ પાસે એકથી વધુ જગ્યાનો ચાર્જ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં સરકારી-ગ્રાન્ટેડ છાત્રાલયોમાં રહેતા અનુસૂચિત જાતિનાં 605 વિદ્યાર્થીઓને કુલ રૂ.9,07,500/- ની સહાય ચૂકવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!