મળતી માહીતી મુજબ સરકાર ડીજેના સંચાલક વિશાલભાઈ નરેશભાઈ માછી રહે.નવાફળીયા રાજપીપલા તા.નાંદોદ,તથા સાથેના માણસો નિરવભાઈ રમેશભાઈ માછી બન્ને રહે.નવાફળીયા રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાનાઓએ વગર પરમીશને રાત્રીના કલાક ૨૩/૧૫ વાગે સુધી સરકાર ડીજે આઇસર ટેમ્પાનો રજી.નંબર જોતા GJ-06-BT-1852 માં મોટા મોટા અવાજ થી DJ વગડતા આરોપી વિશાલભાઈ નરેશભાઈ માછી તથા નિરવભાઈ રમેશભાઈ માછીનાઓ જ્ગ્યા ઉપર પકડાઈ જઈ તથા સાથેના બીજા ઈસમો વિપુલભાઈ માછી તથા બકુલભાઈ માછી જે બન્નેના પુરાનામ ઠામની ખબર નથી જેઓ ત્યાથી ભાગી જઈ ગુનો કરી એકબીજાને મદદગારી કરવા બદલ તેઓના વિરૂદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે નાસી ગયેલા આરોપીને રાજપીપલા પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આરીફ જી કુરેશી : રાજપીપળા
Advertisement