વિશાલ મિસ્ત્રી રાજપીપલા
રાજપીપલા ખાતે આવેલ એ બચપન ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક સ્કૂલના નાના બાળકોને વિદેશી પક્ષીઓની ઓળખાણ કરાવવાના હેતુસર નાંદોદના જીતનગરના જંગલોમાં વિન્ટર પીકનીક માટે લઈ જવાયા હતા.શાળાના સંચાલક હીના રાઉલજી શિક્ષિકા ભાવના ઠાકોર,રાજેશ્રી પુવાર,નિશિતા દોશીએ યાયાવર પક્ષીઓની ઓળખ કરાવતા નાના બાળકોમાં ખુશી લહેરી હતી.આજના આધુનિક યુગમાં જયારે શાળામાં ભણતા વિધાર્થીઓને માત્ર ચિત્રમાં પક્ષીઓને જોઈ ખુશ થાય છે ત્યારે આ શાળાના સંચાલકો દ્વારા કુદરતી વાતાવરણમાં આબેહૂબ પક્ષીઓને નિહાળતા વિધાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા હતા.શાથે જ જંગલોમાં નાના બાળકોને ટ્રેકિંગ કરાવી અને શિયાળામાં નાના બાળકોને રમતગમત કરાવી તેમની તંદુરસ્તીની જાળવણી પણ થાય એ હેતુથી એક નાની વિન્ટર પિકનિકની મઝા માણી હતી.