માંગરોળ તાલુકાના શાહ,વાંકલ, ભીલવાડા, કંસાલી સહિત તાલુકાના કુલ 15 ગામમાં 110 લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત નિર્માણ કરાયેલા નવા આવાસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના હસ્તે ગૃહ પ્રવેશ કરવવામાં આવ્યો હતો.
શાહ ગામે સુરત જિલ્લા પંચાયત સહકાર સિંચાઈ સમિતિના ચેરમેન અફઝલ ખાન પઠાણના હસ્તે નવ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી આપી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ સમયે ગામના સરપંચ ઇન્દુબેન વસાવા, નોડલ ઓફિસર પ્રકાશભાઈ ગામીત અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકલ ગામે તાલુકા પંચાયત સદસ્ય ડો.યુવરાજસિંહ સોનારીયાના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો. કંસાલી ગામે તૃપ્તિબેન મૈસુરિયા તેમજ કંસાલીના ગામના સરપંચ હરેન્દ્ર ગામીત અને ગ્રામ પંચાયતના સદસ્ય હસ્તે છ જેટલા લાભાર્થીઓને પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ ગૃહપ્રવેશ કરવામાં આવ્યો હતો. ભીલવાડા ગામે તાલુકા પંચાયત સદસ્ય ભૂમિબેન વસાવા અને સરપંચ સુનિલભાઈ વસાવાના હસ્તે પાંચ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરાયેલ નવા આવાસમાં ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર દ્વારા ₹.1,20,000 તેમજ મનરેગા યોજના અંતર્ગત ₹20,000 મળી ₹1,40,000 ની સહાય લાભાર્થીને મળી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ