વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધા સભર સમગ્ર રાજયના ૧૨૦૦૦ જેટલા આવાસોના ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને લાભાર્થીઓ માટે બનાવેલ આવાસોના ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોના ઈ-લોકાર્પણ થયા હતા.
જે અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાંથી પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગતના ૬૦ જેટલા લાભાર્થીઓને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે અમૃત આવાસોત્સવ અંતર્ગત સાંકેતિક ચાવીનું વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે અઘ્યક્ષપદેથી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એક સાથે ૪૨ હજાર જેટલા લાભાર્થીઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અપાતા ઘટનાને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
વધુમાં તેમણે ઉમેરતાં કહ્યું હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ યોજનાનો ક્યારેય અંત આવતો નથી. તેનું કારણ જણાવતા તેમને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી છેવાડાના લોકોને કેન્દ્રમાં રાખીને યોજના અમલમાં મૂકે છે. આ પ્રસગે મહાનુભાવોના વરદ્હસ્તે જિલ્લાના આવાસ યોજનાના લાભાર્થીઓને સાકેતિક ચાવીનુ વિતરણ કરાયું હતું તથા ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે ભરૂચના નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા અગ્રણી મારુતિસિંહ અટોદરિયા સહિત પદાધિકારીઓ તથા અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.