Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જિલ્લા વેકસિન સેન્ટરનું કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ભૂમિપૂજન કરાયું

Share

ખેડા જિલ્લા પંચાયતના જુના મકાનમાં અંદાજીત રૂ એક કરોડના ખર્ચે આકાર લેનારા જિલ્લાના વેકસિન સેન્ટરનુંકેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ  ચૌહાણે જણાવ્યું હતું કે આ વેકસિન સેન્ટર જિલ્લા અને તાલુકાના આરોગ્ય કેન્દ્ર માટે એક સેતુરૂપ બની રહેશે. જેનો લાભ જિલ્લા અને તાલુકામાં ઘેર ઘેર જેને જરૂર છે તેવી બહેનો અને બાળકોને મળી રહેશે. આ માટે રાજ્ય સરકારનો પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે આભાર માન્યો હતો.

નરેશ ગનવાણી

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલીથી ઝાબ પાતલ ડબલ માર્ગ પર મોટા અને વધુ પ્રમાણમાં બમ્પરો મુકતા વાહન ચાલકો પરેશાન.

ProudOfGujarat

દીવ માં પાંચમા દિવસે પણ વરસાદ યથાવત..

ProudOfGujarat

ભરૂચની મહિલા એડવોકેટની અનોખી સેવા,લોક ડાઉનમાં ઘરમાં માસ્ક બનાવી વિતરણ કર્યું જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!