ટેક જાયન્ટ કંપનીઓમાં એક ગૂગલે ભારતમાં તેનું AI ટૂલ BARD લોન્ચ કર્યું છે. Google Bard ને OpenAI ના ChatGPT સાથે હરિફાઈ કરવા માટે લાવવામાં આવ્યું છે. ગૂગલની કન્વર્સેશન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ સર્વિસ ભારત સહિત 180 થી વધુ દેશોમાં શરૂ કરવામાં આવી રહી છે. કેલિફોર્નિયાના માઉન્ટેન વ્યૂમાં કંપનીના મુખ્યમથક ખાતે આયોજિત તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ, ગૂગલ I/O ખાતે કંપનીએ આજે આ જાહેરાત કરી હતી.
ભારત સહિત વિશ્વના 180 થી વધુ દેશોમાં BARD લોન્ચ કરવામાં આવ્યું છે. આ જાહેરાત ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કરી હતી. AI ટૂલ બાર્ડ લોન્ચ કરતાં પિચાઈએ જણાવ્યું હતું કે, “જેમ-જેમ AI મોડલ વધુ સારાને સારા અને સક્ષમ બનતા જાય છે, તેમ તે આપણી સાથે સીધું જોડવા લાગ્યું છે.
શું છે BARD?
આ એક ચેટબોટ સેવા છે, જે ChatGPT જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે. જોકે હજુ સુધી BARDને લોન્ચ કરવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ તે કેવી રીતે કામ કરે છે અને તેના ફીચર્સ વિશે કેટલીક માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, BARD LaMDA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.