થોડા સમય પૂર્વે જ ડીસેમ્બરમાં અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નને લઈને મીડીયામાં ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી. જયારે આ લગ્નમાં એક કાયદાકીય ક્ષતિ રહી જવા પામી છે. જેના કારણે આ બન્નેને ફરીથી લગ્ન કરવા પડી શકે છે.
વાત કઈક એમ છે કે 11 ડીસેમ્બરના રોજ ઈટલીની રાજધાની રોમમાં સ્થિત ભારતીય દુતાવાસને આ અંગે જાણ કરવામાં આવી ન હતી. એવામાં આ બન્નેના લગ્નની નોંધણીમાં મુશ્કેલી આવી શકે છે. પંજાબ તથા હરીયાણા હાઈકોર્ટનાં એક વકીલે આ બાબતમાં આરટીઆઈ કરી જાણકારી માંગતા આ બાબત સામે આવી છે. નિયમ મુજબ ભારતનો કોઈ વ્યકિત જો બીજા દેશમાં લગ્ન કરે છે તો વિદેશી લગ્નનાં અધિનિયમ 1969 હેઠળ નોંધણી થાય છે.
પરંતુ વિરૂષ્કાએ પોતાના લગ્ન માટે ભારતીય દુતાવાસને આ અંગે જાણકારી ન આપતા તેના લગ્ન આ અધિનિયમ હેઠળ નથી યોજાયા. જેના કારણે આ બન્નેની લગ્નની નોંધણી માટે સમસ્યા ઉભી થઈ શકે છે.
એવામાં વિરૂષ્કાને જે રાજયમાં લગ્નની નોંધણી કરવાની છે ત્યાનાં નિયમ અનુસાર એક વખત ફરીથી લગ્ન કરવા પડી શકે છે. જેની વચ્ચે હાલ અનુષ્કા કેપટાઉનથી પરત આવી ગઈ છે અને તે પોતાની હોમ પ્રોડકશનની ફીલ્મમાં બીઝી થવા જઈ રહી છે. સાથોસાથ તે આનંદ એલ રાયની ફીલ્મ ઝીરોનું પણ શુટીંગ કરશે.
સૌજન્ય(સાંજ સમાચાર)