Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર ટોલનાકા નજીક કન્ટેનરમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

Share

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં પણ સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે, ભરૂચ જિલ્લામાં પણ ચાલુ વર્ષે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ક્યાંક મકાનમાં આગ તો ક્યાંક ઉધોગો અને ગોડાઉનોમાં આગ લાગી હતી, તો કેટલાક બનાવો વાહનો સળગી ઉઠયાના પણ બન્યા હતા.

ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે 48 ઉપર આજે સવારના સુમારે કન્ટેનરમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી જવા પામી હતી, જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત લોકોએ મામલે અંકલેશ્વર ફાયર વિભાગમાં જાણ કરી હતી, જે બાદ ફાયરના લશ્કરો એ લાયબંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગની ચપેટમાં રહેલા કન્ટેનર ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Advertisement

અચાનક કન્ટેનરમાં લાગેલ આગના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામમાં ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર ફાળવવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ : AIMIM નાં અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીથી ગુજરાત મુલાકાતે- જાણો શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!