Proud of Gujarat
FeaturedGujaratINDIA

મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય રિતેશ વસાવાએ નેત્રંગ તાલુકામાં બંને યોજનાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું.

Share

પ્રાપ્ત માહિત કરજણ-વાડી સુધીની પાઇપલાઇન યોજના અને નેત્રંગ-વાલીયા જુથ પાણી પુરવઠા યોજનાની નાંદોદ તાલુકાના ડભેરી ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલના કામનું કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં ભારે ચહલપહલ મચી જવા પામી હતી.

નાંદોદ તાલુકાના નાની ડભેરી ગામે નિર્માણાધિન ઇન્ટેકવેલ થકી પાણી પુરવઠો પપીંગ કરીને મોવી બુસ્ટીંગ પોઇટ પર લઈ જવાશે ત્યાંથી મુખ્ય હેડ વર્કસ નેત્રંગ તાલુકાના ડેબાર ગામ પાસે બનાવી ૩૫ એમ.એલ.ડી.ના ફિલ્ટર પ્લાન્ટ મારફતે પાણી ફિલ્ટર કરીને નેત્રંગ-વાલીયા યોજનાના ત્રણ પેકેજોમાં બનાવવામાં આવેલા જુદા-જુદા ૧૬ સબ હેડ વર્કસ ખાતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે. સબ હેડ વર્કસ પર આવેલી ઉંચી ટાંકી મારફતે ગામો અને પરાઓમાં પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો ગામના ભુગર્ભ સંપ સુધી પહોંચાડવામાં આવશે. જે પાણી પુરવઠો ગ્રા.પંચાયતો દ્વારા ગામલોકો સુધી પહોંચાડવામાં આવશે. જે યોજનાની કામગીરી પાછળ રૂપિયા ૨૨૯ કરોડનો ખર્ચ થનાર છે. નેત્રંગ તાલુકાના ૭૬ ગામો અને ૩૭ ફળીયા વાલીયા તાલુકાના ૬૦ ગામો અને ૩૪ પરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે લાંબા સમયથી કાયૅરત કરજણથી વાડી સુધીની પાઇપલાઇન યોજનાનું પણ નિરિક્ષણ કરીને કરજણ જળાશય અને પાણી-પુરવઠા યોજનાનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સુચના આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસી માં ભંયકર દુર્ઘટના : 4 કામદારોના મોત નિપજ્યા.

ProudOfGujarat

પંચમહાલ : બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને 50 પલ્સ ઓક્સિમીટરની સહાય કરવામાં આવી.

ProudOfGujarat

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો, 17 સભ્યોએ કર્યું વૉકઆઉટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!