Proud of Gujarat
FeaturedGujaratINDIA

કઠલાલના ફાગવેલ પાસે અકસ્માત સર્જાતા એકનું મોત, બે ઇજાગ્રસ્ત

Share

કઠલાલ ફાગવેલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બોલેરો ગાડીએ આગળ જતી બાઈકને બચાવવા જતાં બ્રેક મારી હતી. જેથી ગાડી પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે બે યુવાનો ઘાયલ થયા છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલ તાલુકાના પોરડા ફાગવેલ ખાતે રહેતા  જયવીર રાઠોડ  ઉ.વ.૨૮  ગઇ કાલે બોલેરો ગાડી લઈને  પોતાના કુટુંબમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગયા હતા. જયવીરે પોતાની સાથે તેના બે મિત્રો રાજેશભાઈ નારણભાઇ રાઠોડ (રહે.પોરડા ફાગવે) અને ધર્મેન્દ્રભાઈ કાળાભાઈ રાઠોડ (રહે.મહારાજાના મુવાડા) સાથે જાનમાં ગયા હતા. જાનમાંથી ત્રણેય મિત્રો પરત આવી રહ્યા હતા. તે  સમયે ગાડી જયવીર ચલાવતો હતો ત્યારે કઠલાલના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ફાગવેલ કોલેજ પાસે આગળ જતી મોટરસાયકલે ટર્ન લેતાં તેને બચાવવા જતાં ગાડી ચાલકે એકદમ બ્રેક મારી હતી. આથી ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ અને સાઈડમાં આવેલ ગટરમાં પડી હતી. ચાલક જયવીર રાઠોડને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે  મોત નિપજયું હતું. જ્યારે અન્ય રાજેશભાઈ તેમજ ધર્મેન્દ્રભાઈને શરીરે ઈજઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે સોમાભાઈ કેશવભાઈ રાઠોડે કઠલાલ પોલીસમાં  ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : દઢાલ અમરાવતી નદી પરનો પુલ બંધ થતાં અન્ય રસ્તાની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનોએ આવેદન પાઠવી રજૂઆત કરી.

ProudOfGujarat

શહેરા ખેતતલાવડી કૌભાડની તપાસ હવે ડીવાયએસપીને સોપાઈ

ProudOfGujarat

વડોદરા-સ્કૂલના શિક્ષકે પોતાના ટયુશન કલાસમાં વિધાર્થીની પર દુષ્કર્મ આચર્યા ના આરોપ થી ખળભળાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!