ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓને ડામવા માટે પોલીસ વિભાગ સતત દરોડા પાડી અનેક બુટલેગરો અને જુગારી તત્વોને જેલના સળીયા પાછળ ધકેલી રહ્યા છે, જિલ્લાના વિવિધ પોલીસ મથકની હદોમાંથી પોલીસ દ્વારા અત્યાર સુધી અનેક સ્થળે સફળ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કેટલાય તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા છે, તેવામાં વધુ એક સફળ દરોડામાં ક્રાઇમ બ્રાંચ દ્વારા 11 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચના ઉમરાજ ગામ તરફ જવાનાં રોડ પર આવેલ ઇમરાન યુનુસ ખુશાલના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડયા હતા જે દરમ્યાન ફાર્મ હાઉસમાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા 11 જેટલાં ઈસમો ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાઈ ગયા હતા.
ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં (1) ઇમરાન યુનુસભાઇ ખુશાલ રહે,મુઝમીલ પાર્ક શેરપુરા, ભરૂચ (2) મહેમુદ મહંમદ પટેલ રહે, મુંડા ફળિયા ખાટકી વાડ ભરૂચ (3) આફતાબ અબ્દે રહેમાન મરાઠી રહે, માસુમ પાર્ક શેર પુરા રોડ ભરૂચ (4) ઇલ્યાસ અહમદ પટેલ રહે, મુંડા ફળિયા ભરૂચ (5) અમીન અબુમહમદ શેખ રહે, ગોકુલ નગર તાડીયા ભરૂચ (6) રહીમ સલીમ પઠાણ રહે, ધોબી તળાવ ભરૂચ (7) યુનુસ અહમદ પટેલ રહે, બદર પાર્ક ડુંગરી ભરૂચ (8) ઇમ્તિયાઝ દાઉદ પટેલ રહે, પરીએજ નવી નગરી ભરૂચ (9) અહમદ અલી પટેલ રહે લીંબુ છાપરી ભરૂચ (10) મુબારક અલી પટેલ રહે, લુવારા ભરૂચ તેમજ (11) બાલુ ભાઈ ચંદુ ભાઈ તડવી રહે,ઉમરાજ રોડ ઝૂંપડપટ્ટી નાઓને દાવ પરના રોકડા રૂપિયા 4 જેટલી મોટર સાયકલ સહિત કુલ 2 લાખ 30 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારી તત્વોમાં ફફડાટનો માહોલ છવાયો હતો.