Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશ્મશા સરકારની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશ્મશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર હજારો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સુપ્રસિધ્ધ આસ્તાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. હજરત સૈયદ કાશ્મશા સરકારનાના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. 

સંદલ શરીફનું ઝુલુસ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સૈયદ સાદાતોએ પ્રસ્થાન કરાવ્યું હતું. જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે ગામના માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી સૈયદ વહીદ અલી બાવા સાહેબ તેમજ અન્ય સાદાતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સૈયદ સાદાતોના હસ્તે ફૂલ ચાદર અર્પણ કરાઈ હતી.

સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે સૈયદ મોહમ્મદ મિયા ખલીફ એ શૈખુલ ઇસ્લામ, સૈયદ અસગર અલી બાવા સાહેબ, સૈયદ મોઈન અલી બાવા સાહેબ, સૈયદ મોઈન બાવા સાહેબ, સૈયદ હૈદર અલી બાપુ, સૈયદ વહિદ અલો બાવા સાહેબ, સૈયદ ફૈઝલ અલી બાવા સાહેબ ખતીબો ઇમામ કોલીયાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે જાનકી નવમી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

फ़िल्म “गोल्ड” का नवीनतम पोस्टर हुआ रिलीज!

ProudOfGujarat

નારેશ્વર ચોકડી પાસે હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા સવાર એક ઇસમનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!