Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના કીમોજ ગામની પાયલોટ ઉર્વશી દુબેનુ દુધધારા ડેરી ખાતે અભિવાદન કરાયું

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કિમોજ ગામની દૂધ મંડળીના ચેરમેન અને દૂધ ઉત્પાદક અશોકભાઈ દુબેની સુપુત્રી ઉર્વશી દુબેને પાયલોટ બનવા પર આજે દૂધધારા ડેરી ખાતે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા ડિરેક્ટર સાગરભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જંબુસરના કિમોજ ગામના દૂધ ઉત્પાદક પરિવારની સુપુત્રી ઉર્વશી અશોકભાઈ દુબે એક દૂધ ઉત્પાદક પરિવારના સંઘર્ષથી મળેલ સફળતા અને સિદ્ધિનું જીવતું જાગતું ઉદાહરણ છે. દૂધધારા ડેરી ખાતે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં જંબુસર એપીએમસીના ચેરમેન વિરલભાઈ મોરી, દુધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર ભાઈ પટેલ સહિત મેનેજરીઅલ સ્ટાફ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાયલોટ ઉર્વશીબેને તેમના પ્રાસંગિક ઉદબોધનમાં એક ગરીબ પશુપાલક પરિવારમાંથી આર્થિક વિકટ પરિસ્થિતિ વચ્ચે પરિવારના સંઘર્ષથી એક પાયલોટ તરીકે કરેલ સફળ સંઘર્ષ યાત્રાની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાયલોટ ઉર્વશીબેનના પિતા અશોકભાઈ દુબે ૧૯૯૫ સુધી દૂધધારા ડેરીમાં રૂટ કોન્ટ્રાક્ટર ટેમ્પા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા ત્યારબાદ ૧૯૯૫ માં તેઓ પોતાના વતન કીમોજ જંબુસર ખાતે ગયા હતા અને ચાર ગાયોથી પશુપાલનની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે ડેરી સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. હૈદરાબાદ ખાતે પાયલોટના ઇન્ટરવ્યૂમાં જ્યારે ઉર્વશીબેનને પુછવામાં આવ્યું કે તમારા પિતા શું કરે છે? ત્યારે પણ તેઓએ ગૌરવભેર જણાવેલ હતું કે મારા પિતા પશુપાલનનો અને ખેતીનો વ્યવસાય કરે છે. હાલમાં પણ અશોકભાઈ કીમોજ દૂધ મંડળીના ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને પશુપાલન થકી દૂધ ઉત્પાદનનો વ્યવસાય પણ કરી રહ્યા છે. અશોકભાઈ દુબેએ દૂધધારા ડેરીની કાયા પલટ કરવા તથા પ્રગતિના પંથે લઈ જવા બદલ ઘનશ્યામભાઈ પટેલને અભિનંદન આપી બિરદાવ્યા હતા અને સાથોસાથ દૂધધારા ડેરીની ઘનશ્યામભાઈના સબળ નેતૃત્વ હેઠળ પ્રગતિના તેઓ સાક્ષી હોવાનું પ્રાસંગિક ઉદબોદનમાં તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઘનશ્યામભાઇએ પશુપાલક પરિવારની પાયલોટ દીકરીના સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફરને પ્રેરણા તરીકે લઈ સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું. સાથોસાથ આવનારા વર્ષોમાં ડેરી વિકાસના નવા આયામો સર કરે તેમ જ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તે માટે તમામ કર્મચારી મિત્રો ને પ્રયત્ન કરવા અને પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહવાન કર્યું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી


Share

Related posts

ભરૂચનાં નેત્રંગમાં LNT પ્લાન્ટનાં સુપર વાઇઝર અને મજૂરો પર હુમલો કરી ખંડણી માંગવામાં આવતા નોંધાઇ પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

અમરેલી-યુવકનું પાંચ શખ્સોએ કારમાં કર્યુ અપહરણ-પોલીસે પાંચ અપહરણકારોની ધરપકડ કરી……

ProudOfGujarat

ભરૂચ : આંગણવાડીની બહેનોએ સૂત્રોચ્ચાર કરી કલેકટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!