Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી

Share

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. આજે ગુજરાત હાઈકોર્ટે રોપ-વે બનાવવા પર રોક લગાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અટકશે નહીં.

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. જો કે મંદિરના ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ પ્રોજેકટને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આઉટડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બનવાની સંભાવના રહેશે. વધુમાં તેણે જણાવ્યુ હતું કે રોપ-વે બનાવવાનું કાર્ય જેને સોંપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ અનુભવ નથી જોકે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

Advertisement

ચામુંડા મંદિરે રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા જતા હોય છે. આ રોપ-વે બનાવવાથી શ્રદ્ધાળુઓને રોપ-વે ની સુવિધાનો લાભ મળશે. ચોટીલામાં રોપ-વે બનાવવાની વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મંજૂરી મળી હતી. એ વખતે બિન અનુભવી કંપનીને કોન્ટ્રાક્ટ મળતા પ્રોજેક્ટ અટવાયો હતો. હવે ડિસેમ્બર 2023 માં ચોટીલા રોપ-વે શરૂ કરવાનું આયોજન છે. હાલ આબુની એક કંપની રોપ-વેનું બનાવી રહી છે. ચોટીલાના ડુંગર પર આવેલા ચામુંડા મંદિર પર અંદાજે 600 કરતા પણ વધારે પગથિયા છે. આ મંદિરે રોપ-વે બનાવવા પાછળ અંદાજે 20 કરોડનો ખર્ચ થશે.


Share

Related posts

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે ખેડૂતોને પાણી આપવા મુખ્યમંત્રીનો નિર્ણય.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરાના તલાટીને પંદર દિવસમાં અરજદારને માહિતી આપવા ટીડીઓનો હુકમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!