Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચનાં ગોડીજી પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજ એ પ્રવચન કર્યું

Share

ભરુચ ખાતેના ગોડીજી પાર્શ્વનાથ જીનાલયના પ્રાંગણમાં પોતાના શ્રીકાર પ્રવચન ધોધમાં ભીંજવતા જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજ એ આજરોજ “રૂપ ઓફ રિલીજીયન” વિષય પર પ્રવચન આપતા કહ્યું કે,-માત્ર ધાર્મિક ક્રિયાઓ જ કરવી છે કે સાચા અર્થમાં ધાર્મિક બનવું છે.!!!

ધાર્મિક બનવાની પાંચ શરતો છે.
“લિમિટ-લેસ લવ” : અસીમ પ્રેમ. જીવન ભર કોઇને પ્રેમ આપો તો પણ પ્રેમ ખૂટતો નથી તો પછી કંજૂસાઈ શા માટે ?ઘુંટણનુ રિપ્લેસમેન્ટ થાય પણ સંબંધોનું તો રિપેરિંગ કરવું પડે, ત્યાં કોઇને રિપ્લેસની કરાય. તમારી પાસે સંપ્પત્તિ ના હોય તો વાંધો નહીં તમે પ્રેમનું દાન કરી શકો છો. પ્રેમની અતિ એ જ પરમાત્માની ગતિ છે. પ્રેમ અજ સાચો ધર્મ છે. બીજો તબક્કે છે “સેલ્ફલેસ સેક્રીફાઇસ”: સ્વાર્થ વિનાનું બલિદાન, જ્યાં ગણતરીથી પ્રેમ થાય તે ક્યારેય મંઝિલ પર પહોંચી શકતો નથી.જે સમાજ સાધુ સંતોને સાચવે છે , તેનું તે સ્વાર્થ વિનાનું યોગદાન છે. ત્રીજો તબક્કો છે.”ટાઇમલેસ ટ્રેઇનિંગ” : સારુ શિખવાનીં કે સાચું માર્ગદર્શન આપવામાં સમયનું બંધન ના હોવું જોઇએ.કારણ કે કર્ક મંગાવતા મર્યાદા વાળી હોય છે અને દરેક મર્યાદા પીડા વાળી હોય છે. પૂજ્યશ્રીએ ચોથો તબક્કો કહ્યો “એન્ડ લેસ એનર્જી” : અનંત શક્તિ, વણજોઇતી શક્તિ શેતાન બનાવે છે જ્યારે જોઇતી સહન શક્તિ પરમાત્માને મેળવી આપે છે. અંતિમ તબક્કો એટલે “ડાઉટલ્સ ડાયરેક્શન” : કોઇને ભ્રમિત ન કરે તેવું માર્ગદર્શન હોવું જોઇએ. જો તમારો પ્રેમપત્ર સાચો હોય પણ સરનામું ખોટું હોય તો, તે પરમ પ્રેમ સુધી નથી પહોંચી શકતો. આવતી કાલે પણ નિયત કરેલ સ્થળે અને સમયે પૂ. ગુરૂદેવશ્રી પોતાની વાણીનો લાભ ધર્મ પ્રેમી જનતાને આપી કૃપા કરશે.

Advertisement

Share

Related posts

ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને લાભ આપવામાં દેશનો પ્રથમ જિલ્લો બન્યો ભરૂચ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગરમાં દશેરા નિમિત્તે લોકોએ જલેબી ફાફડાની જ્યાંફત માણી

ProudOfGujarat

જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!