રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર વડોદરાથી વાપી સુધી અનેક હોટલો નિર્માણ પામેલી છે. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈવે પર આવેલ હોટલ માલિકોને એન્ટ્રી અને એક્ઝીટ પરમિશન માટે નોટીસ આપવામાં આવતા હોટલ માલિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જે બાબતે હોટલ માલિકો દ્વારા ભરૂચ સ્થિત એન એચ એ આઇ ની કચેરી પર પહોંચી રોડ પ્રોજેક્ટર અધિકારી સૂરજ સિંઘને મળી રજુઆત કરી હતી. વડોદરાથી વાપી સુધીના હોટલ માલિકો ભરૂચ ખાતે એકઠા થઇ સૂરજ સિંઘને રજૂઆત કરી નોટિસ બાબતે ઘટતું કરવા રજૂઆત કરી હતી.
એન એચ એ આઇ ના અધિકારી સૂરજ સિંઘે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો સૌથી વ્યસ્ત હાઇવે છે અક્સ્માત પણ વધુ થાય છે એ માટે અમે હાઇવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ તેમજ દુકાનો છે. તેઓએ સત્તાવાર પરમિશન નથી લીધી તેઓ માટે અમે નિયમો બનાવ્યા છે. સીધી એન્ટ્રી થઈ રહી છે એ માટે ડ્રાઇવ ચલાવી રહ્યા છે. અકસ્માતોનું પ્રમાણ ઘટે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છે. હોટલ એસોસિએશન દ્વારા પણ બાહેંધરી આપવામાં આવી છે. પરંતુ તેઓની અમુક સમસ્યાઓ છે તે રજુ કરવા તેઓ આવ્યા હતા. એમ તેઓએ જણાવ્યું હતું.
સાઉધન ગુજરાત હોટલ એસોસિયેશનના અધ્યક્ષ અરુણ શેટ્ટી એ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સાઉધન ગુજરાત હોટલ એસોસિયેશનના અધ્યક્ષ અરુણ શેટ્ટી એ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે વાપીથી લઇ ભરૂચ સુધીના હોટલ મેમ્બરોને સમસ્યા સર્જાઈ છે. એન એચ આઇ દ્વારા નવા કાયદા માટે અમલ કરવા જણાવ્યું છે. આ કાયદાઓને તેઓએ વાહિયાત ગણાવ્યા હતા. કાયદા નાના માણસો સમજતા જ નથી. આંતરાષ્ટ્રીય કાયદા થોપતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. અમે સી આર પાટીલ તેમજ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. અમારી સમસ્યાઓને સરકાર સમજે એવી તેઓએ માંગ કરી હતી.
હોટલ માલિક ઇસ્માઇલભાઇ એ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે એન એચ આઇ એ સત્તાધીશો દ્વારા એન્ટ્રી અને અક્ઝીટ બે કરી વચ્ચેનો પ્રોસિઝર તમે તોડી નાખવા જણાવ્યું હતું હોટલ માલિકોએ સ્વ ખર્ચે અને સ્વેચ્છાએ તોડી નાખ્યું હતું. હવે એન એચ આઇ એ દ્વારા પુનઃ ખોદવા આવતા હોટલ માલિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. દિલ્હી જઈ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. હવે જો એન એચ આઇ દ્વારા જબરદસ્તી કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. રજુઆત કાર્યક્રમમાં વડોદરાથી વાપી સુધીના હોટલ માલિકો જોડાયા હતા.
યાકુબ પટેલ, પાલેજ