અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં વેકેશનના છેલ્લા દિવસે નવા સત્રમાં શાળાની પ્રગતિ થાય તેમજ બાળકોનો અભ્યાસમાં સુધારો થાય સાથે શાળામાં શિસ્ત પાલન જળવાય રહે તેમજ અંકલેશ્વરની એક અનોખી શાળા બની રહે તે માટે શાળાના બાળકોના વર્ષ -2022-23 ના પરિણામના દિવસે એક વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ વાલી મિટિંગની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી દ્વારા ગુણોત્સવમાં શાળાએ પ્રાપ્ત કરેલ એ ગ્રેડ સાથે ધો.8 ના બાળકોને જે શાળાનું ધો.10 નું પરિણામ જ્યાં સારું હોય ધો.9-10 બાળકોને ખૂબ મહેનત કરાવવામાં આવતી હોય તેવી શાળામાં પ્રવેશ લેવાનું સૂચન કરવામાં આવ્યું. શાળામાં નવા સત્રથી બાળકોના અભ્યાસ પર વધુ ભાર મૂકવામાં આવશે જેમાં વાલીઓએ ખાસ સાથ સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી. શાળાનું વાતાવરણ શિસ્તમય બની રહે તે માટે સમયપાલન બાબતે પણ વાલી તેમજ વિદ્યાર્થીને સૂચના આપવામાં આવી. જેમાં વાલીઓએ શાળાની પ્રગતિ થાય તે માટે તેઓનો સાથ સહકાર મળી રહેશેનો સૂર પુરાવવામાં આવ્યો હતો. જો શાળાની પ્રગતિ સારી હશે અને બાળકો અભ્યાસમાં ખૂબ સારા હશે તો ધો.8 ના બાળકોને લેવા માટે અંકલેશ્વરની બધી શાળાઓ આવશે અને આપના બાળકોની પ્રગતિ માટે અવકાશ મળી રહેશે.
શાળામાં બાળકોની નિયમિતતા, સમયપાલન,અભ્યાસ માટેની કાળજી, આધારકાર્ડ,બેન્ક એકાઉન્ટ,અભ્યાસ પ્રત્યેની કાળજી, શાળામાંથી આપવામાં આવતી શૈક્ષણિક સામગ્રીસરસંભાળ તેમજ તેનો યોગ્ય ઉપયોગ કરે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે કોમન એંટરન્સ ટેસ્ટ જ્ઞાનસેતુ, નવોદય, PSE, એલિમેંટરી, NMMS વગેરેની વગેરે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો. જેનિથ હાઈસ્કૂલમાથી આવેલ શ્રી સલિમભાઈ મલેક તેમજ ઇલિયાસભાઈ એ પણ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા સાથે વાલીઓને શાળામાં કઈ રીતે સાથ સહકાર આપી શકાય તેની વાતો કરી હતી સાથે ધો.8 પાસ કરી ધો.9 માં આવેલા બાળકોને જેનિથ સ્કૂલમાં આવવા આહવાન કરવામાં આવ્યું હતું સાથે ધો.10 માં ઊંચા પરિણામની ખાત્રી આપી હતી ઉપરાંત તેમને જે સગવડ પૂરી પાડવામાં આવશે તેની વાતો કરી હતી.તેજ રીતે ધો.8માથી ધો.9 માં આવેલા બાળકોને આદર્શ હાઈસ્કૂલ ,એમ.ટી.એમ અને જિનવાલા સ્કૂલના આચાર્યશ્રીઓએ પણ તેમની સ્કૂલમાં પ્રવેશ માટે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાલીશ્રીઓએ તેમના બાળકો સાથે રહી પરિણામ મેળવ્યું હતું. આમ, શાળાની પરિણામના દિવસની વાલિમિટિંગ અત્યંત સફળ રહી હતી.
અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં શાળા પરિણામના દિવસે વાલી મિટિંગનું આયોજન કરાયું
Advertisement