Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3 થી 8 માં પ્રથમ, દ્ધિતીય નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને પાણીની બોટલ તેમજ બોલપેન સ્મૃતિચિન્હ સ્વરૂપે બાળકોને આપવામાં આવેલ હતું સાથે અન્ય બાળકોને પણ પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઈનામ આપી તેઓની ખુશીમાં અનેરો ઉમેરો કર્યો હતો અને સાથે ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. ભવિષ્યમાં આગળ સારી પ્રગતિ કરે એ માટે શાળા પરિવાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના મદદનીશ શિક્ષક નિલેશકુમાર સોલંકી દ્વારા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશભાઈ સોલંકી, તેજસભાઈ પટેલ, નિતેશભાઈ ટંડેલ,મધ્યાહન ભોજન પરિવાર આશાબેન, સુમનબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં ટામેટાની આડમાં સંતાડેલી દારૂની 570 બોટલ પકડાઈ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જંગલ સફારી પાર્કમાં દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ આપ્યો બચ્ચાને જન્મ.

ProudOfGujarat

લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કથામૃતમ યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!