Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના ખોડંબા જુમાવાડી માર્ગ પર મોપેડ સ્લીપ થઈ જતા યુવકનું મોત નીપજ્યું

Share

ઉમરપાડા તાલુકાના ચાવડા મુખ્ય માર્ગથી ખોડંબા જુમાવાડી તરફ જતા માર્ગ ઉપર મોપેડ સ્લીપ થતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજા યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

દેડીયાપાડા તાલુકાના ઝર ગામનો પ્રકાશ રમેશ વસાવા ઉમર વર્ષ 23 હાલ માંગરોળ તાલુકાના કોસંબા ઇન્દિરા નગર ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરે છે તેમજ ઉંમરપાડાના નસારપુર ગામનો હરેશ બુધિયાભાઈ વસાવા કોસંબા ઇન્દિરા નગર ખાતે રહે છે અને મજૂરી કામ કરે છે. આ બંને યુવકો મોપેડ લઈ ડેડીયાપાડા તાલુકાના ઝર ગામ ખાતે લગ્નમાં જવા નીકળ્યા હતા ત્યારે ખોડંબા જુમાવાડી માર્ગ પર મોપેડ સ્લીપ થઈ જતા પ્રકાશ રમેશ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમજ હરેશ બુધિયા વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક 108 ની મદદ લઈ બારડોલી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ ઉમરપાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માત સંદર્ભમાં મરણજનાર યુવકના પિતા રમેશભાઈ હરેશભાઈ વસાવા એ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

પાલેજ ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરાયું

ProudOfGujarat

કોરોનાકાળના બે વર્ષના સમયગાળામાં નેત્રંગની તમામ શાળાઓની કફોડી હાલત.

ProudOfGujarat

નર્મદાના પ્રતાપપુરા ગામના રાજેશભાઈ વસાવાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલકનો દ્વિતીય એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!