ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ડામવા માટે પોલીસ વિભાગ તરફથી રાત દિવસ દરોડાઓ પાડી અનેક જુગારીઓ અને બુટલેગરોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એક સફળ દરોડામાં પાલેજ પોલીસ દ્વારા 6 જેટલાં જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલ રાજા નગર પાછળની ખુલ્લી જગ્યામાં બાવળીયાની આડમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી પાલેજ પોલીસને મળી હતી જે બાદ પોલીસ દ્વારા સ્થળ ઉપર દરોડા પાડવામાં આવતા રોકડ રકમ સહિત દાવ પર લાગેલ રૂપિયા મળી કુલ 35 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
પાલેજ પોલીસના દરોડા દરમ્યાન જુગાર રમી રહેલા (1) ઈરફાન નાસિર સૈયદ રહે, રાજા નગર પાલેજ (2) મહેશભાઈ ભીખાભાઇ વસાવા રહે માંકણ, કરજણ (3) ફિરોજભાઈ અબ્દુલ ભાઈ શૈખ રહે, રિલીફ મિટી પાલેજ (4) અનવર મહંમદ બેલીમ રહે, જહાંગીર પાર્ક પાલેજ (5) રુસ્તમ અલી ખીજમત અલી રફાઈ રહે, જહાંગીર પાર્ક પાલેજ તેમજ (6) અબ્દુલ ભાઈ ઇભ્રાહીમ ભાઈ સૈયદ રહે, લાલજીત પાલેજ નાઓને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.