ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરી રહ્યા છે તેમજ દારૂ જુગાર સહિતની પ્રવુતિઓ ઝડપી રહ્યા છે, સાથે સાથે અંકલેશ્વર પંથકમાં પણ ભંગારના ગેરકાયદેસર ચાલતા વ્યવસાય ઉપર પણ પોલીસ સતત વોચ રાખી શંકાસ્પદ રીતે લાવવામાં આવતા ભંગારના જથ્થાને ઝડપી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ સુપર માર્કેટ વિસ્તારમાંથી આઈસર ટેમ્પો નંબર GJ 16 AU 4221 માં દહેજથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ ભંગાર ભરીને આવેલ ટેમ્પોને રોકી ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ શંકાસ્પદ ભંગારનો 7620 કિલો ગ્રામ કિંમત રૂપિયા 2,28,800 ના મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) રિઝવાન હાસીમ અલી શૈખ રહે, સુલતાન પૂર યુ, પી (2) નરપતસીંગ ગિરધરી લાલ રાજપુરોહિત રહે, બાડમેર રાજેસ્થાન તેમજ (3) શેતાન સીંગ આસુજી રાજપુરોહિત રહે, વચના મૃત સોસાયટી અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તમામ સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.