ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠીયારવાડ ચોક વિસ્તારમાં ગત સાંજના સમયે ફોર વ્હીલ ગાડીની મોપેડ સવાર ઇસમે ઓવરટેક કરતા પ્રથમ ગાડી ચાલક સાથે બોલાચાલી અને બાદમાં એક બાદ એક ત્રણ જેટલાં વ્યક્તિઓ ઉપર છ થી વધુ ઈસમોના ટોળાએ લાકડાના સપાટા વડે હુમલો કરતા ઈજાગ્રસ્તોને ભરૂચની પટેલ વેલ્ફર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મહંમદ યુસુફ નાઓ મોટર સાયકલ લઈ ઐદૃસ બાવાની દરગાહ એ જવા માટે નીકળ્યો હતો, દરમ્યાન ચોક વિસ્તારમાં XUV કારની ઓવરટેક કરતા મામલે કાર ચાલક અને મહંમદ યુસુફ વચ્ચે પ્રથમ બોલાચાલી અને બાદમાં મારામારીની ઘટના સર્જાઈ હતી, દરમ્યાન મોહંમદ યુસુફ દ્વારા તેના વસીમને મામલા અંગેની જાણ કરતા વસીમ અને તેના મિત્ર ચોક ખાતે દોડી ગયા હતા.
ત્યાં થઈ રહેલ મારામારીમાં વસીમ ખંડેરાવ અને તેનો મિત્ર વચ્ચે છોડાવવા માટે પડતા હશમી ચોક્સી, ઇમરાન ડોક્ટર, અયાઝ મલેક, લવલી ટેલર દુકાનનો માલિક, જુબેર કુલ્ફી વાલા સહિતના ઈસમોના ટોળા એ એક બાદ એક લાકડાના સપાટા વડે મોહંમદ યુસુફ સહિતના ત્રણ ઈસમો ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.
ઘટનામાં ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે પટેલ વેલ્ફર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મામલા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે 5 ઈસમો સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.