કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આઠમા વાર્ષિક સંમેલન, G- 20 અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કોલેજના સ્નાતક અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂત દિવસનું આયોજન કર્યું હતું. આ વિદ્યાર્થીઓ કે જે કૃષિનો અભ્યાસ ટૂંક જ સમયમાં પૂરો કરી જુદા જુદા ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાને અનુરૂપ અભ્યાસ અથવા તો નોકરી મેળવશે તો કોઈ ધંધામાં જોડાશે આવા સમયમાં જગતના તાત ખેડૂતને આકર્ષણનું કેન્દ્ર બનાવી કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના આ વિદ્યાર્થીઓએ વાર્ષિક સંમેલનના ભાગરૂપે સૌપ્રથમવાર ખેડૂત દિવસ મનાવવાનું આયોજન કર્યું. આ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ ખેડૂતના વેશમાં તૈયાર થઈ આવ્યા હતા અને કૃષિને લગતા પ્રોજેક્ટસનું પ્રેઝન્ટેશન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કોલેજના સર્વે ફેકલ્ટી સ્ટાફગણ અને અન્ય વિદ્યાર્થીઓએ પણ ભાગ લેનાર વિદ્યાર્થીઓની પ્રસ્તુતી નિહાળીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ હતો. આચાર્ય ડો. ડી.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ વેગવંતી આ કૃષિ કોલેજ આવા પ્રસંગોનું આયોજન કરી ભરૂચને ગૌરવ અપાવવા અગ્રેસર કાર્યો કરી રહી છે.
ભરૂચની કૃષિ મહાવિદ્યાલય ખાતે આઠમા વાર્ષિક સંમેલન અંર્તગત વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂત દિવસનું આયોજન કરાયું
Advertisement