Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો

Share

ખેડા જિલ્લા સેવા સદન ખાતે સિનિયર સીટીઝન કાઉન્સિલ અને જિલ્લા વહીવટી તંત્ર તથા નડિયાદ શહેર મામલતદાર સમીર પટેલના સંયુક્ત પ્રયાસથી નડિયાદ તાલુકાના સિનિયર સીટીઝનને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી આવકના પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

આ કેમ્પમાં જે વ્યક્તિ પાસે આવકના દાખલ ન હોય તેમને સ્થળ પર જ આવકના દાખલા મામલતદાર સમીર પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. સિનિયર સીટીઝનને આયુષ્યમાન કાર્ડ દ્વારા તેમને ૫ લાખ સુધીની સહાય મળે છે. આ કેમ્પમાં નડિયાદ શહેરના ૧૮ અને નડિયાદ તાલુકાના ૦૨ લાભાર્થીને આયુષ્માનકાર્ડ માટે જરૂરી આવકના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા. આયુષ્માન કાર્ડ બનાવવા માટે જરૂરી આવકના પ્રમાણપત્ર માટે દસ્તાવેજોમાં રાશન કાર્ડ, આધારકાર્ડ, લાઈટબીલ, બે પંચોના આધારકાર્ડના પુરાવા થકી ખુબ જ સરળતાપૂર્વક આવકના પ્રમાણપત્ર નીકળી શકે છે. નડિયાદના જિલ્લા સેવા સદન ખાતે માત્ર ૨૩ રૂપિયાની નજીવી ફી ભરી ૨૦ સિનિયર સીટીઝનને સ્થળ પર જ આવકના પ્રમાણપત્ર  મળી રહેતા અરજદારોએ ખુશીની લાગણી પ્રકટ કરી અને તેઓએ સરકારની આ યોજનાને તથા આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર શહેર સમીર પટેલ અને તેમની ટીમની કામગીરીને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

મહીસાગરમાં જાનૈયાને લઈને જતો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ભરથાણા ટોલનાકા નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપળા નજીક કાળીભોઈ વિસ્તારના ખેતરોમાં દીપડો દેખાતા ફફડાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!