Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં રખડતાં શ્વાને બચકાં ભરતાં મહિલાનું મોત

Share

ભાવનગરના જેસર દેપલા ગામમાં રખડતાં શ્વાને એક મહિલા પર હૂમલો કર્યો હતો. હડકાયા શ્વાને મહિલાને ગાલ અને શરીર પર બચકાં ભર્યાં હતાં. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મહિલા ચાર સંતાનોની માતા હતી. તેમના મોત બાદ ચાર સંતાનોના માથેથી માતાની છત્ર છાયા મટી ગઈ છે.

આ બનાવ બન્યા બાદ ગામમાંથી રખડતા શ્વાનને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આવા હૂમલાઓથી અનેક લોકોના જીવ ગયાં છે અને અનેક લોકો ગંભીર ઈજાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. જેસર દેપલા ગામમાં શ્વાનના હૂમલાને કારણે ચાર સંતાનોએ તેમની માતા ગુમાવી હોવાથી ગામના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચે પણ ગામમાંથી રખડતાં શ્વાનોને દૂર કરવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ.

ProudOfGujarat

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાંજાના વેપારમાં તેજી.એસ.ઓ.જી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા.બંને આરોપી ઓરિસ્સાના.એક આરોપી વોન્ટેડ…

ProudOfGujarat

નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા અપાઈ મંજૂરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!